17 January, 2024 09:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહેન્દ્ર સિંહ ધોની (ફાઈલ તસવીર)
Mihir Diwakar filed a defamation case: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટ કૅપ્ટન અને આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મુશ્કેલીમાં છે. હકીકતે, તેમના વિરુદ્ધ તેમના બે પૂર્વ બિઝનેસ પાર્ટનર્સે દિલ્હી હાઈકૉર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. માનહાનિથી સંબંધિત અરજી જસ્ટિસ પ્રતિભા એમ સિંહ સામે 18 જાન્યુઆરીના સુનાવણી માટે સૂચીબદ્ધ છે.
આ મામલે કેસ દાખલ કરનાર ધોનીના મિત્ર રહી ચૂકેલા અને પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને તેમની પત્ની સૌમ્યા દાસે અનેક સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ વિરુદ્ધ વળતર આપવાની માગ કરતા દિલ્હી હાઈકૉર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મિહિરે કહ્યું કે તેમના વિરુદ્ધ ધોની તરફથી દુર્ભાવનાપૂર્ણ નિવેદન આપ્યા છે.
જે લીગલ કમ્પ્લેટ ધોની વિરુદ્ધ દાખલ થઈ છે, તેને કહેવામાં આવ્યું કે ધોની દ્વારા કહેવાતી રીતે 15 કરોડ રૂપિયાવા કહેવાતા ગેરકાયદેસર લાભ અને 2017ના અનુબંધના ઉલ્લંઘનના સંબંધમાં મૂકવામાં આવેલા ખોટા આરોપોના સંબંધમાં વાદી (મિહિર દિવાકર અને સૌમ્યા દાસ)ની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાથી અટકાવવું જોઈએ.
ધોની તરફથી રાંચીમાં દાખલ કરવામાં આવ્યો હતો કેસ
જો કે તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોનીએ દિવાકર અને દાસ વિરુદ્ધ એક ક્રીમિનલ કેસ દાખલ કર્યો હતો. આમાં દાવો કરવામાં આવ્યો હતો કે બન્નેએ ક્રિકેટ એકેડમીઓની સ્થાપનાના અનુબંધનું પાલન નથી કર્યું અને 15 કરોડ રૂપિયાની દગાખોરીની છે, એવું ધોનીના વકીલે જણાવ્યું હતું. (Mihir Diwakar filed a defamation case)
ધોનીએ રમત પ્રબંધન કંપની અરકા સ્પૉર્ટ્સના બે નિદેશકો વિરુદ્ધ રાંચીની નિચલી કૉર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ધોનીના પક્ષકારોએ કહ્યું હતું કે તેમણે ક્રિકેટર તરફથી રાંચીની એક કૉર્ટમાં અરકા સ્પૉર્ટ્સના નિદેશક મિહિર દિવાકર અને સૌમ્યા દાસ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 406 (ક્રીમિનલ વિશ્વાસઘાત) અને 420 (દગાખોરી) હેઠળ એક ક્રીમિનલ કેસ દાખલ કર્યો હતો.
ધોનીના નજીકના મિત્ર રહી ચૂક્યા છે મિહિર
ધોનીએ અરકા સ્પૉર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિરુદ્ધ રાંચી કૉર્ટમાં ક્રીમિનલ કેસ દાખલ કરાવ્યો હતો. મિહિર દિવાકર ધોનીના નજીકના મિત્ર રહી ચૂક્યા છે, ત્યાં તો તેના બિઝનેસ પાર્ટનર પણ રહ્યા છે.
2017માં થયો હતો ધોની સાથે સોદો
હકીકતે, મિહિર દિવાકરે કહેવાતી રીતે વિશ્વભરમાં ક્રિકેટ અકાદમી ખોલવા માટે 2017માં મહેન્દ્ર સિંહ ધોની સાથે એક સોદા પર સહી કરી હતી. પણ દિવાકરે સોદામાં જણાવવામાં આવેલી શરતોનું પાલન કર્યું નહીં. આ મામલે અરકા સ્પૉર્ટ્સને ફ્રેન્ચાઈઝીના દંડનું પેમેન્ટ કરવાનું હતું, અને તેમને સોદા હેઠળ પ્રૉફિટ શૅર કરવાનું હતું, પણ સોદાના બધા નિયમ અને શરતોના ધજાગરાં ઉડાડી દેવામાં આવ્યા.
ધોની તરફથી મોકલવામાં આવી નોટિસ
ત્યાર બાદ ધોનીએ 15 ઑગસ્ટ, 2021ના અરકા સ્પૉર્ટ્સ અથૉરિટી લેટર પાછું લઈ લીધું. તેમને ધોની તરફથી અનેક કાયદાકીય નોટિસ મોકલવામાં આવી, પણ કોઈ ફાયદો થયો નહીં. ત્યાર બાદ ધોનીના વકીલ દયાનંદ સિંહે દાવો કર્યો કે અરકા સ્પૉર્ટ્સે તેમની સાથે દગાખોરી કરી છે, જેથી તેમને 15 કરોડથી વધારેનું નુકસાન થયું છે.