છેલ્લી બે સીઝનથી લખનઉ સામે છે અજેય દિલ્હી

01 April, 2026 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકાના સ્ટેડિયમમાં ૨૦૨૫માં ૭માંથી માત્ર બે જ મૅચ જીત્યું હતું લખનઉ, એકાના સ્ટેડિયમમાં દિલ્હીની ટીમ ૩ મૅચ રમી છે એમાં બે જીત અને એક હાર મળી છે. આ ત્રણેય મૅચ લખનઉ સામે જ છેલ્લી ૩ સીઝનમાં રમાઈ હતી. દિલ્હી છેલ્લી બન્ને સીઝનની ૧-૧ મૅચ અહીં જીત્યું હતું.

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મજાક-મશ્કરી કરતો દિલ્હીનો કૅપ્ટન અક્ષર પટેલ અને લખનઉનો કૅપ્ટન રિષભ પંત, લખનઉનો સુપર જાયન્ટ્સનો ફાસ્ટ બોલર અર્જુન તેન્ડુલકર અને ઑલરાઉન્ડર શહબાઝ અહમદ પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન નખ ચાવી રહ્યા હતા.

લખનઉના એકાના સ્ટેડિયમમાં આજે IPL 2026ની પાંચમી ટક્કર થશે. લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની આ ટક્કર સાંજે ૭.૩૦ વાગ્યાથી શરૂ થશે. ગઈ સીઝનમાં અક્ષર પટેલે દિલ્હીની અને રિષભ પંતે લખનઉની કમાન સંભાળવાની શરૂઆત કરી હતી. જોકે ગઈ સીઝનની નિષ્ફળતા ભૂલીને બન્ને પર મહત્ત્વપૂર્ણ નિર્ણય અને પ્રદર્શન કરવાનું પ્રેશર રહેશે. 
મોહમ્મદ શમી, કે. એલ. રાહુલ, પૃથ્વી શૉ, ડેવિડ મિલર, નિકોલસ પૂરન, એઇડન માર્કરમ, મિચલ માર્શ, મયંક યાદવ સહિતનાં મોટાં નામો આજની મૅચમાં રમતાં જોવા મળશે. હમણાં સુધી મુંબઈ ઇન્ડિયન્સ માટે ૨૦૨૩–’૨૪માં પાંચ મૅચ રમનાર સચિન તેન્ડુલકરનો દીકરો અર્જુન તેન્ડુલકર લખનઉ માટે ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરશે કે નહીં એના પર સૌની નજર રહેશે. 

એકાના સ્ટેડિયમમાં દિલ્હીની ટીમ ૩ મૅચ રમી છે એમાં બે જીત અને એક હાર મળી છે. આ ત્રણેય મૅચ લખનઉ સામે જ છેલ્લી ૩ સીઝનમાં રમાઈ હતી. દિલ્હી છેલ્લી બન્ને સીઝનની ૧-૧ મૅચ અહીં જીત્યું હતું. લખનઉની ટીમ અહીં ૨૧માંથી માત્ર ૯ મૅચ જીતી છે અને ૧૧  મૅચમાં હાર મળી છે. ૧ મૅચ નો-રિઝલ્ટ પણ રહી હતી. ગઈ સીઝનમાં લખનઉ પોતાના આ હોમ ગ્રાઉન્ડ પર ૭માંથી માત્ર બે મૅચ જીત્યું હતું. 

 

cricket news lucknow super giants delhi capitals axar patel Rishabh Pant IPL 2026 indian premier league arjun tendulkar sports news sports