લખનઉ સુપર જાયન્ટ્સે અભિયાન શરૂ કરતાં પહેલાં એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં બનાવ્યો મૅચ જેવો માહોલ

28 March, 2026 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લખનઉ સુપર જાયન્ટ્સ હાલમાં એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2026 માટે તૈયારી કરી રહી છે. રિષભ પંત ઍન્ડ કંપનીને મોટિવેટ કરવા હાલમાં આ સ્ટેડિયમમાં લખનઉની સ્કૂલનાં બાળકોને બોલાવવામાં આવ્યાં હતાં.

લખનઉ સુપર જાયન્ટ્સે અભિયાન શરૂ કરતાં પહેલાં એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં બનાવ્યો મૅચ જેવો માહોલ

લખનઉ સુપર જાયન્ટ્સ હાલમાં એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2026 માટે તૈયારી કરી રહી છે. રિષભ પંત ઍન્ડ કંપનીને મોટિવેટ કરવા હાલમાં આ સ્ટેડિયમમાં લખનઉની સ્કૂલનાં બાળકોને બોલાવવામાં આવ્યાં હતાં. ટીમની જર્સી અને ફ્લૅગ લઈને હજારો બાળકો રિષભ પંત સહિતના પ્લેયર્સનો ઉત્સાહ વધારતાં જોવા મળ્યાં હતાં. ટીમના તમામ પ્લેયરોએ પોતાના ઑટોગ્રાફવાળા બૉલ સ્ટૅન્ડ્સમાં ફેંકીને બાળકોને યાદગાર ગિફ્ટ આપી હતી. સીઝનની શરૂઆત પહેલાં જ સ્ટેડિયમમાં મૅચ જેવો માહોલ જોવા મળ્યો હતો. 

cricket news lucknow super giants IPL 2026 indian premier league sports news sports Rishabh Pant