Love u... Miss u... Love u... Miss u...

06 December, 2014 04:57 AM IST  | 

Love u... Miss u... Love u... Miss u...


એ સમયે મીગન હવાઈમાં રજા માણી રહી હતી.મીગન અને ફિલિપ ત્રણ વર્ષ પહેલાં સિડનીના એક પબમાં એકબીજાને મળ્યાં હતાં ત્યારે ફિલિપે પોતાની ઓળખાણ એક બૅન્કર તરીકે આપી હતી. જ્યારે મીગનને જાણ થઈ કે ફિલિપ એક ઑસ્ટ્રેલિયન ક્રિકેટર છે ત્યારે તે ડઘાઈ ગઈ હતી. ત્યારથી તેઓ એકબીજા સાથે જ સમય પસાર કરતાં હતાં.

મીગને ફિલિપને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યો હતો. મીગન ફિલિપને યાદ કરતાં તેમના મોડી રાતના ફોનકૉલ્સ, કૉફીશૉપમાં કૉફી પીવી અને શૉપિંગ કરવું અને એકબીજાને ડેટ્સ ગોઠવી આપવી જેવાં સંસ્મરણો યાદ કરી રહી છે. મીગન જણાવે છે કે ફિલ મારા માટે મારો બેસ્ટ ફ્રેન્ડ હતો.ફિલિપને મીગન સિવાય બે અન્ય પુરુષમિત્રો હતા. મીગન એકમાત્ર સ્ત્રીમિત્ર હતી જે માત્ર મિત્ર તરીકે જ રહી હતી. ફિલ કેટલાક લોકો માટે સ્ટાર હતો તો મીગન જેવા કેટલાકનો અંગત મિત્ર હતો, જેમને તે મૅક્સવિલનો એક સાદો ખેડૂત લાગતો હતો.