લોકેશ રાહુલ ચોથા ક્રમ માટે સારો વિકલ્પ છે : દિલીપ વેન્ગસરકર

17 May, 2019 12:15 PM IST  |  દિલ્હી

લોકેશ રાહુલ ચોથા ક્રમ માટે સારો વિકલ્પ છે : દિલીપ વેન્ગસરકર

ભારતના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર દિલીપ વેન્ગસરકરનું માનવું છે કે ટેક્નિક અને ટેમ્પરામેન્ટને કારણે લોકેશ રાહુલ વર્લ્ડ કપમાં ચોથા ક્રમ માટે ભારત માટે સારો વિકલ્પ છે. ભારતના સિલેક્ટરોના બેસ્ટ ચૅરમૅન તરીકે વખાણાતા વેન્ગસરકરે કહ્યું કે વિરાટ કોહલીની ટીમ વર્લ્ડ કપમાં સેમી ફાઇનલમાં આરામથી પહોંચશે

યુરો ટી૨૦ સ્લૅમ નામની હોલૅન્ડ અને આયરલૅન્ડમાં યોજાનારી ટુર્નામેન્ટની પ્રેસ-કૉન્ફરન્સમાં ‘કર્નલ’ તરીકે પ્રખ્યાત વેન્ગસરકરે કહ્યું કે ‘આપણી પાસે સેટલ થઈ ચૂકેલી શિખર ધવન અને રોહિત શર્માની જોડી છે. ત્રીજા ક્રમે વિરાટ કોહલી પર્ફેક્ટ છે. મારા મતે ચોથા ક્રમે લોકેશ રાહુલને ટ્રાય કરવો જોઈએ. તેનામાં સારી ટેãક્નક છે અને ટૉપ-થþીને સારો સર્પોટ આપશે. મારા ખ્યાલથી ચોથા ક્રમે સ્પેશ્યલિસ્ટ બૅટ્સમૅનને જ રમાડવો જોઈએ.’

૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૮૭ના વર્લ્ડ કપમાં રમી ચૂકેલા દિલીપે કહ્યું કે ‘રાહુલ સ્પેશ્યલિસ્ટ ઓપનર છે. જો શરૂઆતમાં વિકેટો જલદી પડી જાય તો તે ઇનિંગ્સને સ્થિરતા આપી શકે છે. આ લંાબી ટુર્નામેન્ટમાં જો જરૂર પડે તો તે ઇનિંગ ઓપન કરી શકે છે. મને લાગે છે કે તે પ્લેઇંગ ઇલેવનનો ભાગ હોવો જોઈએ. ગયા વર્ષે ભારતે ઇંગ્લૅન્ડમાં આખી સિરીઝ રમી હતી એનો અનુભવ ઘણો કામ લાગશે. ઇંગ્લૅન્ડનું હવામાન ખેલાડીઓના પર્ફોર્મન્સ પર અસર પાડશે. હવામાન સાથે ઍડ્જસ્ટ થવું જરૂરી છે. ગયા વર્ષે ભારત આ જ સમયે સિરીઝ રમ્યું હતું એથી ભારતના ખેલાડીઓને વાંધો નહીં આવે.’

આ પણ વાંચોઃ વર્લ્ડ કપનો દેશવાસીઓમાં જબરો ઉત્સાહ

ભારત ગયા વર્ષે ટેસ્ટ-સિરીઝ ૧-૪ અને વન-ડે સિરીઝ ૧-૨થી હાર્યું હતું.

૧૧૬ ટેસ્ટ અને ૧૨૯ વન-ડે રમી ચૂકેલા ‘કર્નલે’ કહ્યું કે ‘કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ ખરાબ ફૉર્મમાં હોવા છતાં તેમણે સખત પ્રૅક્ટિસ કરી હશે અને જાણ્યું હશે કે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં શા માટે તેઓ ફેલ રહ્યા હતા. તેમણે ઇંગ્લૅન્ડની કન્ડિશન્સને ધ્યાનપૂર્વક સમજવી પડશે અને એ પ્રમાણે સ્ટ્રૅટેજી બનાવવી પડશે. તેમની બોલિંગ પર ઘણો મદાર છે. સેમી ફાઇનલમાં ભારત, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા પહોંચી શકે અને ચોથી ટીમ પ્રીડિક્ટ નહીં કરી શકું.’

sports news cricket news dilip vengsarkar