06 May, 2025 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લિટન દાસ
બંગલાદેશ ક્રિકેટ બોર્ડે ૩૦ વર્ષના વિકેટકીપર-બૅટર લિટન દાસને T20 ટીમનો કૅપ્ટન બનાવ્યો છે. તેને ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ સુધી નેતૃત્વની ભૂમિકા સોંપવામાં આવી છે. વન-ડે અને ટેસ્ટ-ટીમ કૅપ્ટન નજમુલ-હુસૈન-શાંતોએ આ વર્ષે જાન્યુઆરીમાં આ ફૉર્મેટનું નેતૃત્વ છોડવાની રજૂઆત બોર્ડને કરી હતી.
૨૦૨૪ના અંતમાં નજમુલ-હુસૈન-શાંતોની ઇન્જરીને કારણે લિટન દાસને વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મૅચની T20 સિરીઝમાં કૅપ્ટન્સી કરવાની તક મળી હતી જેમાં તેણે ત્રણેય મૅચ જીતીને તેની રણનીતિની કુશળતા માટે પ્રશંસા મેળવી હતી. તે હિન્દુ ધર્મનાં આધ્યાત્મિક સ્થળોની મુલાકાત અને હિન્દુ તહેવારોની ઉજવણીના કારણે ચર્ચામાં રહે છે.