આજથી બંગલાદેશ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે T20નો જંગ

27 April, 2026 05:43 PM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

૨૦૨૧ની પાંચ મૅચની સિરીઝ બંગલાદેશ ૩-૨થી જીત્યું હતું. ૨૦૨૩માં ત્રણ મૅચની સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી. 

આજથી બંગલાદેશ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે T20નો જંગ

ત્રણ વન-ડે મૅચની સિરીઝ ૨-૧થી જીત્યા બાદ ન્યુ ઝીલૅન્ડ આજે યજમાન બંગલાદેશ સામે ત્રણ T20 મૅચની સિરીઝ રમવા ઊતરશે. ટૉમ લેધમ ઓછા અનુભવવાળા પ્લેયર્સ સાથે આ સિરીઝમાં પણ રમશે. ન્યુ ઝીલૅન્ડના મોટા ભાગના અનુભવી પ્લેયર્સ ભારત અને પાકિસ્તાનની T20 લીગમાં વ્યસ્ત છે. લિટન દાસ આગામી T20 વર્લ્ડ કપ માટેની ટીમ તૈયાર કરવાનું અભિયાન આજથી શરૂ કરશે. બન્ને ટીમ વચ્ચે છેલ્લે ડિસેમ્બર ૨૦૨૩માં આ ફૉર્મેટની મૅચ રમાઈ હતી. બન્ને વચ્ચે અત્યાર સુધી ૨૦ T20 ટક્કર થઈ છે. એમાંથી ન્યુ ઝીલૅન્ડ ૧૫ મૅચ અને બંગલાદેશ ૪ મૅચ જીત્યું છે. ૨૦૨૩માં એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ૨૦૧૦થી ૨૦૨૧ સુધી ન્યુ ઝીલૅન્ડ આ હરીફ સામે લાગલગાટ ૧૦ મૅચ જીત્યું હતું. બંગલાદેશને ન્યુ ઝીલૅન્ડ સામેની ચારમાંથી ૩ જીત ઘરઆંગણે જ મળી છે. બન્ને વચ્ચે ૨૦૧૬થી ૪ T20 સિરીઝ રમાઈ છે. ન્યુ ઝીલૅન્ડે શરૂઆતની બે સિરીઝમાં ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી. ૨૦૨૧ની પાંચ મૅચની સિરીઝ બંગલાદેશ ૩-૨થી જીત્યું હતું. ૨૦૨૩માં ત્રણ મૅચની સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી.

bangladesh new zealand cricket news sports news sports