વિશ્વના નંબર વન બૅડ્મિન્ટન ખેલાડી લી ચોન્ગ પર પ્રતિબંધ

12 November, 2014 06:00 AM IST  | 

વિશ્વના નંબર વન બૅડ્મિન્ટન ખેલાડી લી ચોન્ગ પર પ્રતિબંધ


ઑગસ્ટમાં વલ્ર્ડ ચૅમ્પિયનશિપ દરમ્યાન લેવામાં આવેલા નમૂનાઓમાં કેટલાંક પ્રતિબંધિત દ્રવ્યો મળી આવતાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શનિવારે મલેશિયા બૅડ્મિન્ટન અસોસિએશને એ વિશે થોડી માહિતી બહાર પાડી હતી. જોકે લી ચોન્ગ વીએ પોતાના સંદેશામાં તેના પ્રશંસકોનો આભાર માનતાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિગત ફાયદા માટે મેં આ ડ્રગ્સનું સેવન કર્યું નહોતું. જો તેના પરના આક્ષેપ પુરવાર થશે તો એશિયન ગેમ્સમાં તેણે મેળવેલો સિલ્વર મેડલ પાછો લઈ લેવામાં આવશે અને તેના રમવા પર બે વર્ષનો પ્રતિબંધ મુકાઈ જશે.