આર્મસ્ટ્રૉન્ગને ૩૦ વર્ષની જેલ અને ૮ કરોડ રૂપિયાનો દંડ થઈ શકે

24 October, 2012 05:10 AM IST  | 

આર્મસ્ટ્રૉન્ગને ૩૦ વર્ષની જેલ અને ૮ કરોડ રૂપિયાનો દંડ થઈ શકે



ન્યુ યૉર્ક:

૪૧ વર્ષનો આર્મસ્ટ્રૉન્ગ ૧૯૯૯થી ૨૦૦૫ની સાલ દરમ્યાન સાત વખત ટૂર દ ફ્રાન્સ નામનું સાઇક્લિંગનું સૌથી મોટું ટાઇટલ જીત્યો હતો. તેના આ સાતેય ટાઇટલ પાછા લઈ લેવામાં આવ્યા છે અને તેના પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૅમ્પિયનપદના સાત વર્ષ દરમ્યાન તેને ઇનામી રકમ, બોનસ અને કૉન્ટ્રૅક્ટ હેઠળની ફી મળીને કુલ ૩૦ લાખ યુરો (૨૧ કરોડ રૂપિયા) મળ્યાં હતા. આ બધી રકમ તેની સાથે કૉન્ટ્રૅક્ટ કરનાર કંપનીઓ અને ટુર્નામેન્ટના આયોજકો વસૂલ કરવા વિચારે છે.

ઑર એક સાથીની જુબાની

ગઈ કાલે આર્મસ્ટ્રૉન્ગના ઑર એક ભૂતપૂર્વ સાથી સ્ટીફન જેરગાર્ડે ૧૯૯૮માં આર્મસ્ટ્રૉન્ગ સાથે મળીને ડ્રગ્સનું સેવન કરીને ટુર્નામેન્ટમાં ભાગ લીધો હોવાનું કબૂલ્યું હતું. આર્મસ્ટ્રૉન્ગના આવા ૧૧ સાથીઓએ થોડા દિવસ પહેલાં આ ભૂતપૂર્વ ચૅમ્પિયન સાઇક્લિસ્ટની વિરુદ્ધમાં જુબાની આપી હતી.

દરેક સાઇક્લિસ્ટ ડ્રગ્સ લેતો હતો

વલ્ર્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સીના ચીફ જૉન ફાહીએ ગઈ કાલે સનસનાટીભરી વાત કરતા કહ્યું હતું કે ‘આર્મસ્ટ્રૉન્ગના યુગ દરમ્યાન લગભગ દરેક સાઇક્લિસ્ટે પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કર્યું હતું. મને આ બાબતમાં કોઈ શંકા નથી.’