હરીફ ટીમના ડ્રેસિંગ રૂમમાં જઈને બ્લૅક મૅજિક કરનાર IPL ટીમ-માલિકનો પર્દાફાશ કરશે લલિત મોદી

21 April, 2026 02:55 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

એક વિડિયોમાં હૈદરાબાદનો ફૅન સ્ટેડિયમમાં બેસીને લીંબુ પકડીને મંત્ર બોલતો જોવા મળ્યો હતો.

હૈદરાબાદનો ફૅન સ્ટેડિયમમાં બેસીને લીંબુ પકડીને મંત્ર બોલતો જોવા મળ્યો

સોશ્યલ મીડિયા પર સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સની મૅચ વિશેની બે પોસ્ટ વાઇરલ થઈ રહી છે. એક વિડિયોમાં હૈદરાબાદનો ફૅન સ્ટેડિયમમાં બેસીને લીંબુ પકડીને મંત્ર બોલતો જોવા મળ્યો હતો. એ જ સમયે રન-ચેઝ કરી રહેલા શિવમ દુબેની વિકેટ પડી હતી. ચેન્નઈ સુપર કિંગ્સના નામે એક લેટર વાઇરલ થઈ રહ્યો છે જેમાં આ ફૅન પર બ્લૅક મૅજિકનો આરોપ લગાવીને કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. આ લેટર ઑફિશ્યલ છે કે નહીં એની પુષ્ટિ નથી થઈ. આ લેટર વિશે લલિત મોદીએ એક ટ્વીટમાં લખ્યું છે કે ‘આ લેટર ફેક લાગી રહ્યો છે પરંતુ ભૂતકાળમાં એક ટીમના માલિકે આવું બ્લૅક મૅજિક કર્યું હતું. ૨૦૧૧ની સીઝન દરમ્યાન IPL-ટીમના એક માલિકે વિરોધી ટીમના ડ્રેસિંગ રૂમમાં ઘૂસીને કાળાજાદુની વિધિ કરી હતી. એ સમયે તેને નક્કર પુરાવા સાથે ચેતવણી મળી હતી. મારી ટીમ ફિલ્મ અથવા ટીવી-સિરીઝ દ્વારા સંડોવાયેલા આ લોકોની ઓળખ જાહેર કરશે.’

IPL 2026 lalit modi sunrisers hyderabad chennai super kings sports news sports cricket news