પિંક બૉલના ઘાતક બૉલર છે 'ચાઈના મેન' કુલદીપ યાદવ, 3 મેચમાં લીધી 17 વિકેટ

21 November, 2019 03:41 PM IST  |  Mumbai

પિંક બૉલના ઘાતક બૉલર છે 'ચાઈના મેન' કુલદીપ યાદવ, 3 મેચમાં લીધી 17 વિકેટ

કુલદીપ યાદવ

ભારતીય ક્રિકેટ ટીમના કોલકાતામાં રમનારા ડે નાઈટ ટેસ્ટ મેચ પહેલા તમામ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સુકતા છે. કેપ્ટન કોહલી પણ મેચ પહેલા મીડિયા સાથે વાત કરીને પોતાની ઉત્સુકતા જાહેર કરી ચુક્યા છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ચાઈના મેન બૉલર કુલદીપ યાદવ મહત્વના સાબિત થઈ શકે છે. પિંક બૉલથી સ્થાનિક ક્રિકેટમાં બૉલિંગ કરતા સમયે તેમનો રેકૉર્ડ શાનદાર છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારા ઐતિહાસિક ડે-નાઈટ મેચથી પહેલા ટીમ કૉમ્બિનેશન અને પ્લેઈંગ ઈલેવન પર ચર્ચા થઈ રહી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આ મેચમાં કુલદીપ યાદવને જગ્યા આપવામાં આવશે. કુલદીપ યાદવને પિંક બૉલથી બોલિંગ કરવાનો અનુભવ છે અને તેમનો રેકોર્ડ શાનદાર છે.

કુલદીપે લીધી છે 17 વિકેટ
વર્ષ 2016માં દુલિપ ટ્રોફીના મેચમાં પિંક બૉલ વાપરવામાં આવ્યો હતો. જેમાં કુલદીપ યાદવ ખૂબ જ સફળ રહ્યા હતા. દિગ્ગજ સ્પિનર હરભજનસિંહે એક ટીવી ચેનલ પર જણાવ્યું હતું કે 2016માં કુલદીપે માત્ર 3 મેચમાં કુલ 17 વિકેટ લીધી હતી.

120 રન દઈને 9 વિકેટ સર્વશ્રેષ્ઠ
દુલિપ ટ્રોફીમાં ઈન્ડિયા રેડ તરફથી રમતા કુલદીપે એક ઈનિંગમાં 88 રન દઈને 6 વિકેટ લીધા હતા. જે તેમની સર્વશ્રેષ્ઠ બૉલિંગ રહી હતી. તો મેચ દરમિયાન તેણે 120 રન આપીને 9 વિકેટ્સ લીધી હતી.

Kuldeep Yadav cricket news