મનીષ પાંડે છેલ્લાં ૧૫ વર્ષથી કંઈ જ કર્યા વિના રમી રહ્યો છે, KKRએ તેને કેવી રીતે પસંદ કર્યો?

15 March, 2025 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કે. શ્રીકાન્તે કહ્યું...

મનીષ પાંડે, આશ્રિતા શેટ્ટી

ઉત્તરાખંડમાં જન્મેલો ૩૫ વર્ષનો મનીષ પાંડે છેલ્લાં ઘણાં વર્ષોથી કોઈ ખાસ કમાલ કરી શક્યો નથી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ IPL 2025 મેગા ઑક્શનમાં બૅકઅપ બૅટ્સમૅન તરીકે તેને ૭૫ લાખ રૂપિયામાં ખરીદ્યો છે, પણ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાન્તે તેના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા છે.

શ્રીકાન્તે પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું કે ‘શું મનીષ પાંડે હજી પણ ક્રિકેટ રમે છે? KKRએ તેને કેવી રીતે પસંદ કર્યો? તે ૧૫ વર્ષથી કંઈ કર્યા વિના રમી રહ્યો છે, મને ખબર નથી કે કેવી રીતે? મને અસ્પષ્ટપણે યાદ છે કે તેણે ૨૦૦૯માં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે હજી પણ ટીમમાં કેવી રીતે છે?’

મનીષ પાંડે ભારત માટે છેલ્લે જુલાઈ ૨૦૨૧થી વન-ડે અને ડિસેમ્બર ૨૦૨૦માં T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. IPLમાં તેણે વર્ષ ૨૦૦૮થી ૨૦૨૪ વચ્ચે ૧૭૧ મૅચમાં એક સેન્ચુરી અને બાવીસ ફિફ્ટીની મદદથી ૩૮૫૦ રન કર્યા છે. ગઈ સીઝનમાં તે કલક્તા માટે માત્ર એક મૅચ રમ્યો હતો.

મનીષ પાંડેના પણ થઈ રહ્યા છે ડિવૉર્સ? 
વર્ષ ૨૦૧૯માં મનીષ પાંડેએ તામિલ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ઍક્ટ્રેસ આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યાં હતાં, પણ છેલ્લા ઘણા સમયથી તેમણે એકબીજાંને સોશ્યલ મીડિયા પર અનફૉલો કરી દીધાં છે એટલું જ નહીં, લગ્નસમારોહ સહિતના તેમના એકબીજા સાથેના ફોટો પણ હવે તેમની પ્રોફાઇલ પર જોવા મળી રહ્યા નથી. જોકે તેમની વચ્ચેના ડિવૉર્સની હજી સુધી પુષ્ટિ થઈ નથી.

indian premier league manish pandey IPL 2025 kolkata knight riders cricket news sports news sports