અનુષ્કા શર્માને બર્થ-ડે ગિફ્ટમાં કોહલીએ આપી એક કરોડ રૂપિયાની રિંગ

04 May, 2022 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુષ્કા શર્માનો બર્થ-ડે હતો એ દિવસે પતિ વિરાટ કોહલીએ તેને એક કરોડ રૂપિયાની કિંમતની રિંગ ભેટ આપી હતી.

અનુષ્કા શર્માને બર્થ-ડે ગિફ્ટમાં કોહલીએ આપી એક કરોડ રૂપિયાની રિંગ

રવિવાર, પહેલી મેએ ઍક્ટ્રેસ અનુષ્કા શર્માનો બર્થ-ડે હતો એ દિવસે પતિ વિરાટ કોહલીએ તેને એક કરોડ રૂપિયાની કિંમતની રિંગ ભેટ આપી હતી. આ પહેલાંના જન્મદિને (લૉકડાઉન દરમ્યાન) વિરાટે તેની લેડી લવ માટે કેક બનાવી હતી અને તેને તેની સ્વીટ સરપ્રાઇઝ આપી હતી. વિરાટ અગાઉ તેને ડાયમન્ડનો નેકલેસ, બ્રેસલેટ તેમ જ હીરાજડિત સૉલિટર પણ આપી ચૂક્યો છે. વિરાટ-અનુષ્કાએ ૨૦૧૭ની ૧૧મી ડિસેમ્બરે ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. ૨૦૨૧ની ૧૧મી જાન્યુઆરીએ અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્યો હતો જેનું નામ વામિકા છે.

sports news cricket news ipl 2022