ઍપ્લિકેશન દ્વારા કોહલી ઍન્ડ ટીમની ફિટનેસ પર રખાઈ રહ્યું છે ધ્યાન

10 April, 2020 06:30 PM IST  |  Mumbai Desk

ઍપ્લિકેશન દ્વારા કોહલી ઍન્ડ ટીમની ફિટનેસ પર રખાઈ રહ્યું છે ધ્યાન

કોરોના વાઇરસને કારણે દુનિયા થંભી ગઈ છે, પરંતુ ઇન્ડિયન પ્લેયર્સ માટે આરામ કરવાનો સમય નથી. તેમની ફિટનેસ માટે ઇન્ડિયન ક્રિકેટ ટીમના ટ્રેઇનરો ઘરબેઠાં ધ્યાન રાખી રહ્યા છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના ટ્રેઇનર નીક વેબ અને ફિઝિયો નીતિન પટેલ ઍથ્લીટ મૉનિટરિંગ સિસ્ટમ (એએમએસ) દ્વારા પ્લેયરોની ફિટનેસ પર નિયમિતપણે નજર રાખી રહ્યા છે. પ્લેયરોના ફિટનેસની સમીક્ષા દરરોજ કરવામાં આવી રહી છે જે નીક અને નીતિન દ્વારા તપાસવામાં આવે છે. પ્લેયરોએ રોજેરોજ એએમએસ ઍપમાં પોતાના ડેટા ફીડ કરવાના હોય છે અને એક્સપર્ટ વર્ચ્યુલી એની સમીક્ષા કરે છે. આ કારણે પ્લેયરો પોતાની રેગ્યુલર ફિટનેસને જાળવી રહ્યા છે. કૅપ્ટન કોહલીએ ટીમને ફિટનેસ બાબતે ઘણી સજાગ રાખી છે. કેવું ભોજન કરવું, કેવી કસરત કરવી એ બધી વાતોનું ધ્યાન રાખવામાં આવે છે અને ન ખાવા જેવી વસ્તુથી તેમને દૂર રાખવામાં આવે છે. આ બધી વાતની જાણકારી તેમને ઍપ્લિકેશનથી પણ મળી રહે છે. જોકે પ્લેયરોને ગમતી કસરતનો પણ અહીં સમાવેશ કરાયો હોવાની વાત જાણવા મળી છે.

cricket news sports news sports virat kohli