લોકેશ રાહુલ માટે કઈ મોમેન્ટ હતી સ્પેશ્યલ?

12 May, 2020 09:44 AM IST  |  Bengaluru | Agencies

લોકેશ રાહુલ માટે કઈ મોમેન્ટ હતી સ્પેશ્યલ?

લોકેશ રાહુલ

ઇન્ડિયન બૅટ્સમૅન કે. એલ. રાહુલનું કહેવું છે કે ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાસેથી ટેસ્ટ-કૅપ મેળવવી મારા માટે ખૂબ સ્પેશ્યલ હતી. રાહુલે હાલમાં જ સોશ્યલ મીડિયા પર તેના ચાહકો સાથે વાતચીત કરી હતી. રાહુલે ૨૦૧૪માં ઑસ્ટ્રેલિયા સામે બૉર્ડર-ગાવસકર ટ્રોફી દ્વારા ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. તેને નહોતી ખબર કે આ મૅચમાં તે રમશે, પરંતુ ધોની દ્વારા તેને ટેસ્ટ-કૅપ આપવામાં આવી હતી. તેના ટેસ્ટ-ડેબ્યુ વિશેનો સવાલ પૂછતાં રાહુલે કહ્યું હતું કે ‘મારા માટે આ સ્પેશ્યલ અને ઇમોશનલ મૉમેન્ટ હતી. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને રમવા મળશે અને ધોની પાસેથી ટેસ્ટ-કૅપ મેળવવી મારા માટે ગર્વની વાત હતી.’

kl rahul cricket news sports news ms dhoni