ફ્રન્ટલાઇન વર્કર્સ માટે રાહુલે ડોનેટ કર્યાં શૂઝ

31 May, 2020 03:04 PM IST  |  Bengaluru | Agencies

ફ્રન્ટલાઇન વર્કર્સ માટે રાહુલે ડોનેટ કર્યાં શૂઝ

લોકેશ રાહુલ

કોરોનાના આ કપરા કાળમાં લોકેશ રાહુલ ફરી એક વાર લોકોને મદદ કરવા આગળ આવ્યો છે. આ વખતે તેણે ફ્રન્ટલાઇન વર્કર્સ માટે બૅન્ગલોરમાં બ્રૅન્ડેડ શૂઝ ડોનેટ કર્યાં છે. આ શૂઝ ડોનેટ કરી રાહુલે કહ્યું કે ‘પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશસેવા કરવા માટે આપનો આભાર. મારા તરફથી આ એક નાનકડી ભેટ છે જે તમને યાદ કરાવતી રહેશે કે તમે દેશના હિતમાં કામ કરી રહ્યા છો.’

રાહુલે રાજ્યના દરેક ડૉક્ટર અને હેલ્થ વર્કર માટે પૂમાનાં
શૂઝ ડોનેટ કર્યાં છે, જે મેળવીને ફ્રન્ટલાઇન વર્કરોએ તેનો આભાર માન્યો હતો.

kl rahul cricket news sports news covid19 coronavirus