08 October, 2026 02:57 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલની આગેવાનીમાં ૧૫ સભ્યોની ઇન્ડિયા A ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઈરાની કપમાં ધમાલ મચાવનાર ફાસ્ટ બોલર આકાશ દીપ, મુકેશ કુમાર, મુકેશ ચૌધરી સહિત રેસ્ટ ઑફ ઇન્ડિયાના શતકવીર રવિચન્દ્રન સ્મરણને પણ સ્થાન મળ્યું છે.
યશસ્વી જાયસવાલ, કે.એલ. રાહુલ, દેવદત્ત પડિક્કલ, રવિચન્દ્રન સ્મરણ, રિષભ પંત (ફિટનેસને આધીન), ધ્રુવ જુરેલ (કૅપ્ટન), વૉશિંગ્ટન સુંદર, આકિબ નબી, આકાશ દીપ, મુકેશ કુમાર, યશ રાઠોડ, અંશુલ કમ્બોજ, માનવ સુથાર, મુકેશ ચૌધરી, સાઈ સુદર્શન.