20 May, 2025 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ અભિયાન માટે કલકત્તાની માલિકણ જુહી ચાવલાએ ગ્રીન ટીમને પ્રોત્સાહિત કરી હતી.
હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ ખાતેથી કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) પહેલી પાંચ મૅચ દરમ્યાન ઑલમોસ્ટ ૩૫,૧૧૩ કિલોથી વધુનો કચરો એકઠો કરીને એને રી-યુઝ કર્યો હતો. ટીમ દ્વારા શૅર કરવામાં આવેલી માહિતી અનુસાર ૨૭,૧૯૪ કિલો કચરો રી-સાઇકલ કરવામાં આવ્યો, ૪૮૮૫ કિલોનું ખાતર બનાવવામાં આવ્યું, ૨૮૨૬ કિલો સામગ્રી (જેમ કે ફ્લૅગ)ને ફરી ઉપયોગી બનાવવામાં આવી અને ૨૦૭ કિલો જેટલાં ફૂડનું દાન કરવામાં આવ્યું.
પર્યાવરણીય જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા માટેની આ પહેલ માટે KKRએ ગ્રીન ટીમની નિમણૂક કરી હતી. એણે કચરાના ૨૦૦ ડબ્બા મૂકવા સહિત ફૅન્સ અને ફૂડ કેટરિંગની ટીમોને પ્રોત્સાહિત કરી કચરામુક્ત વાતાવરણ જાળવવાનો પ્રયાસ કર્યો હતો. આ સીઝનની શરૂઆતમાં તેમના ‘રન્સ ટુ રૂટ્સ’ અભિયાનના ભાગરૂપે KKRએ બાયોડિગ્રેડેબલ સામગ્રીમાંથી બનાવેલ પર્યાવરણને અનુકૂળ ટીમની જર્સીનું નવું પૅકેજિંગ રજૂ કર્યું હતું.