KKR મિસ્ટરી બોલર વરુણ ચક્રવર્તી, ગર્લફ્રેન્ડ નેહા ખેડેકર સાથે પરણ્યો

14 December, 2020 07:59 PM IST  |  New Delhi | Agencies

KKR મિસ્ટરી બોલર વરુણ ચક્રવર્તી, ગર્લફ્રેન્ડ નેહા ખેડેકર સાથે પરણ્યો

કલકત્તા ફ્રૅન્ચાઇઝીએ સોશ્યલ મીડિયામાં વરુણનાં લગ્નના ફોટો અને વિડિયો અપલોડ કરી આ જાણકારી આપી

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમનારા મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ચેન્નઈમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં પોતાની ગર્લફ્રેન્ડ નેહા ખેડેકર સાથે પારંપરિક વિધિથી લગ્ન કરી લીધાં હતાં. કલકત્તા ફ્રૅન્ચાઇઝીએ સોશ્યલ મીડિયામાં વરુણનાં લગ્નના ફોટો અને વિડિયો અપલોડ કરી આ જાણકારી આપી હતી, જેના બાદ સોશ્યલ મીડિયા યુઝર્સે તેમને શુભેચ્છાઓ આપી હતી. ફ્રૅન્ચાઇઝીએ અપલોડ કરેલા વિડિયોમાં વરુણ બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે, જ્યારે નેહા બૅટિંગ કરી રહી છે. વાસ્તવમાં કોરોનાને લીધે તેમનાં લગ્નને પહેલાં મોકૂફ કરવામાં આવ્યાં હતાં. વરુણે આ વર્ષે આઇપીએલની ૧૩ મૅચમાં ૧૭ વિકેટ લીધી હતી અને આ સીઝનની એક મૅચમાં પાંચ વિકેટ લેવાનું પરાક્રમ કરી બતાવ્યું હતું.  

kolkata knight riders cricket news