30 July, 2025 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચંદ્રકાન્ત પંડિત
IPL ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) ગઈ કાલે હેડ કોચ ચંદ્રકાન્ત પંડિતની વિદાયની જાહેરાત કરી હતી. ૨૦૨૩થી આ ટીમ સાથે જોડાયેલા ચંદુ સર નામે જાણીતા આ કોચ માટે KKRએ સોશ્યલ મીડિયા પર લખ્યું, ‘ચંદ્રકાન્ત પંડિતે નવી તકો શોધવાનું નક્કી કર્યું છે અને તે આ ટીમના હેડ કોચ તરીકે ચાલુ રહેશે નહીં. અમે તેમના અમૂલ્ય યોગદાન માટે આભારી છીએ. તેના નેતૃત્વ અને શિસ્તે ટીમ પર અમીટ છાપ છોડી છે. અમે તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.’
૨૦૨૩માં કલકત્તા સાતમા સ્થાને રહ્યું, ૨૦૨૪માં ચૅમ્પિયન બન્યું, પણ ૨૦૨૫ની સીઝનમાં નબળા પ્રદર્શનને કારણે ટીમ આઠમા ક્રમે રહી હતી. મુંબઈમાં જન્મેલા ચંદ્રકાન્ત પંડિતે ૧૯૮૬થી ૧૯૯૨ વચ્ચે ભારત માટે પાંચ ટેસ્ટ-મૅચ અને ૩૬ વન-ડે મૅચ રમી હતી. ૬૩ વર્ષનો આ કોચ પહેલાં મુંબઈ, વિદર્ભ અને મધ્ય પ્રદેશની ડોમેસ્ટિક ટીમને કોચિંગ આપી ચૂક્યો છે.