મુંબઈ ઇન્ડિયન્સનો નવો કૅપ્ટન કીરોન પોલાર્ડ

12 September, 2014 05:19 AM IST  | 

મુંબઈ ઇન્ડિયન્સનો નવો કૅપ્ટન કીરોન પોલાર્ડ




વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર કીરોન પોલાર્ડની ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થતી ચૅમ્પિયન્સ લીગ T20માં મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન તરીકે નિમણૂક થઈ છે. ઇંગ્લૅન્ડની સિરીઝ દરમ્યાન રોહિત શર્માની વચલી આંગળીમાં ઈજા થતાં તેને બદલે પોલાર્ડને કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્ભ્ન્ની થર્ડ સીઝનથી પોલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલો છે. વળી તાજેતરમાં રમાયેલી કૅરિબિયન પ્રીમિયર લીગમાં તેણે બાર્બેડોઝ ટ્રાઇડન્ટનું નેતૃત્વ સંભાળ્યું હતું.

પોલાર્ડે કહ્યું હતું કે ‘રોહિત શાર્મા નેતૃત્વ સંભાળી શકે એમ નથી એ દુખદ વાત છે. તે ઝડપથી સાજોસમો થાય એવી શુભેચ્છા સાથે હું આ તક ઝડપું છું. મુંબઈ ઇન્ડિયન્સ જેવી ટીમનું નેતૃત્વ કરવાની તક મને મળી એને હું મારું ગૌરવ માનું છું. વળી મારા પર વિશ્વાસ મૂકવા બદલ હું મૅનેજમેન્ટનો આભારી છું.’

મુંબઈ ઇન્ડિયનના ચીફ મેન્ટર અનિલ કુંબલેએ કહ્યું હતું કે ‘અમને ટીમમાં રોહિતની ગેરહાજરી સાલશે.

મને વિશ્વાસ છે કે કીરોન પોતાના બહોળા અનુભવને કારણે આ તક ઝડપીને મુંબઈ ઇન્ડિયન્સને સારું નેતૃત્વ પૂરું પાડશે.’