વાનખેડેમાં સ્ટાર્કે બોલ મારતા પોલાર્ડે બેટ ફંગોળ્યું

07 May, 2014 03:11 AM IST  | 

વાનખેડેમાં સ્ટાર્કે બોલ મારતા પોલાર્ડે બેટ ફંગોળ્યું


મુંબઈ ૧૬.૨ ઓવરમાં ૪ વિકેટે ૧૨૯ રન બનાવીને મજબૂત રીતે આગળ વધી રહ્યું હતું ત્યારે ત્રીજો બૉલ સ્ટાર્કે બાઉન્સર ફેંક્યો હતો અને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ચોથો બૉલ ફેંકવા સ્ટાર્ક દોડી રહ્યો હતો ત્યારે પોલાર્ડને ડિસ્ટર્બન્સ થતાં તે ખસી ગયો હતો છતાં સ્ટાર્કે તેના તરફ બૉલ ફેંક્યો હતો. આથી પોલાર્ડ ભડક્યો હતો અને તેણે સ્ટાર્ક તરફ બૅટ ફેંક્યું હતું. જોકે બૅટ પોલાર્ડના હાથમાંથી છટકી જતાં એ સ્ટાર્ક તરફ જવાને બદલે બાજુમાં જ પડ્યું હતું. પરિસ્થિતિને પારખીને કૅપ્ટન વિરાટ કોહલી અને અમ્પાયરોએ બન્નેને શાંત પાડ્યા હતા. જોકે ત્યાર બાદ પોલાર્ડે સ્ટાર્કના પાંચમા બૉલમાં બે રન લીધા હતા અને છેલ્લા બૉલમાં બાઉન્ડરી ફટકારી દીધી હતી. ૧૯મી ઓવરમાં ફરી સ્ટાર્ક અને પોલાર્ડ આમનેસામને આવી ગયા હતા અને ચોથા બૉલમાં પોલાર્ડ રન-આઉટ થયો હતો. જોેકે ત્યાર બાદ સ્ટાર્ક જ્યારે બૅટિંગમાં આવ્યો ત્યારે પોલાર્ડે તેનો કૅચ પકડીને સાટું વાળી લીધું હતું. તસવીર : અતુલ કાંબળે