પીટરસને ડ્રેસિંગ રૂમમાં કરી હતી ગાળાગાળ

09 October, 2014 05:33 AM IST  | 

પીટરસને ડ્રેસિંગ રૂમમાં કરી હતી ગાળાગાળ


ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડના જણાવ્યા પ્રમાણે વેબસાઇટ Cricinfoને આ ઈ-મેઇલ મળી છે જે ભૂતપૂર્વ કોચ ઍન્ડી ફ્લાવરે તૈયાર નથી કરી, પરંતુ તેમના વકીલે તૈયાર કરેલી ગુપ્ત e-મેઇલ છે.

આ ઈ-મેઇલને કારણે ભૂતપૂર્વ કોચ ઍન્ડી ફ્લાવર, ભૂતપૂર્વ સ્પિનર ગ્રેમ સ્વાન તથા વિકેટકીપર મૅટ પ્રાયર જરૂર ખુશ થશે જેમના વિરુદ્ધ પીટરસને પોતે લખેલી આત્મકથામાં ઘણી વિસ્ફોટક વિગતો લખી છે. પીટરસને e-મેઇલ બાબતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મેં આ વિશે સાંભળ્યું છે. એમાં કુકનું નામ પણ સરખી રીતે લખવામાં નથી આવ્યું. e-મેઇલમાં એવું લખવામાં આવ્યું હતું કે ચોથી ટેસ્ટમાં પીટરસન જલદી આઉટ થઈ જતાં તેણે ડ્રેસિંગ રૂમમાં આવીને યુવા ખેલાડીઓ વિરુદ્ધ ઘણી ગાળાગાળી કરી હતી.