✕

કેવિન પીટરસનની બોલ્ડ ભવિષ્યવાણી : વૈભવ પાંચ વર્ષમાં એક ટેસ્ટમાં ૫૦૦ રન બનાવશે

28 November, 2026 01:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ-મૅચમાં સૌથી વધુ રનનો રેકૉર્ડ ઇંગ્લૅન્ડના ગ્રેહામ ગૂચના નામે છે. તેણે જુલાઈ ૧૯૯૦માં ભારત સામે ૩૩૩ રન અને ૧૨૩ રનની ઇનિંગ્સ રમીને ૪૫૬ રન કર્યા હતા.

વૈભવ સૂર્યવંશી અને કેવિન પીટરસન

ઇંગ્લૅન્ડની મેન્સ વાઇટ-બૉલ ટીમના સ્પેશ્યલિસ્ટ મેન્ટર કેવિન પીટરસને ભારતના ૧૫ વર્ષના બૅટર વૈભવ સૂર્યવંશી વિશે મોટી ભવિષ્યવાણી કરી છે.કેવિન પીટરસને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું કે ‘મારી એક આગાહી છે કે વૈભવ આગામી પાંચ વર્ષમાં એક ટેસ્ટમાં ૫૦૦ રન બનાવશે.’

ટેસ્ટ-ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારાએ એપ્રિલ ૨૦૦૪માં કર્યો હતો. તેણે ઇંગ્લૅન્ડ સામે અણનમ ૫૮૨ બૉલમાં અણનમ ૪૦૦ રન કર્યા હતા.એક ટેસ્ટ-મૅચમાં સૌથી વધુ રનનો રેકૉર્ડ ઇંગ્લૅન્ડના ગ્રેહામ ગૂચના નામે છે. તેણે જુલાઈ ૧૯૯૦માં ભારત સામે ૩૩૩ રન અને ૧૨૩ રનની ઇનિંગ્સ રમીને ૪૫૬ રન કર્યા હતા.

વૈભવ સૂર્યવંશીએ હમણાં સુધી ૧૧ ફર્સ્ટ ક્લાસ-ક્રિકેટ મૅચમાં ૪૭ ફોરઅને ૧૬ સિક્સની મદદથી ૩૯૯ રન કર્યા છે. બે ફિફ્ટી ફટકારનારવૈભવનો આ ફૉર્મેટનો હાઇએસ્ટ સ્કોર ૯૩ રનનો છે.

 

vaibhav sooryavanshi test cricket brian lara indian cricket team team india cricket news sports news sports social media