પીટરસનની મનની મનમાં રહી ગઈ

22 August, 2012 05:36 AM IST  | 

પીટરસનની મનની મનમાં રહી ગઈ

લૉર્ડ્સ: ક્રિકેટનું જન્મદાતા ઇંગ્લૅન્ડ વર્લ્ડ કપ જેવી કોઈ મોટી ટુર્નામેન્ટ જીતી નથી શકતું એવા વષોર્ના મહેણાને કેવિન પીટરસને સુપર્બ પફોર્ર્મન્સથી ૨૦૧૦માં વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલો T20 વર્લ્ડ કપ જિતાડીને તોડી નાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. જોકે હવે આવતા મહિને શ્રીલંકામાં શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં રમવાની તેની ઇચ્છા પર ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે ગઈ કાલે જાહેર કરેલી ટીમમાં તેનો સમાવેશ ન કરીને પાણી ફેરવી દીધું હતું.

ક્રિકેટ બોર્ડ સાથે બગડેલા સંબંધો બાદ જોકે પીટરસનનો ટીમમાં સમાવેશ નહીં થાય એ મોટે ભાગે નક્કી હતું, પણ બીજી ટેસ્ટ બાદ પીટરસને સાઉથ આફ્રિકાની ટીમમાં તેના મિત્ર-ખેલાડીઓને ટીમ અને કૅપ્ટનને ઉતારી પાડતા SMS મોકલ્યાના વિવાદમાં માફી માગી લેતાં કદાચ તેનો છેલ્લી ઘડીએ ટીમમાં સમાવેશ કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું હતું, પણ નૅશનલ સિલેક્ટર જ્યૉફ મિલરે ટીમની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે પીટરસનનો ભવિષ્યમાં સમાવેશ સંદર્ભનો નિર્ણય લેવાનો બાકી હોવાથી કોઈ પણ ફૉર્મેટમાં તેને સિલેક્ટ કરવાની વિચારણા અત્યારે કરવામાં નથી આવી.

બ્રૉડને આરામ

વર્લ્ડ કપ પહેલાં સંપૂર્ણ ફિટનેસ મેળવવા કૅપ્ટન સ્ટુઅર્ટ બ્રૉડને સાઉથ આફ્રિકા સામેની બાકીની મૅચોમાંથી આરામ આપવામાં આવ્યો છે.

ઇંગ્લૅન્ડની T20 વર્લ્ડ કપ ટીમ

સ્ટુઅર્ટ બ્રૉડ (કૅપ્ટન), જૉની બેરસ્ટો, રવિ બોપારા, ટીમ બ્રેસનન, ડૅની બ્રિગ્સ, જોસ બટ્લર, જૅડ ડૅનબાક, સ્ટીવન ફિન, ઍલેક્સ હેલ્સ, ક્રેગ કિઝવેટર, માઇકલ લમ્બ, ઇયોન મૉર્ગન, સમિત પટેલ, ગ્રેમ સ્વૉન, લ્યુક રાઇટ.

SMS = શૉર્ટ મેસેજિંગ સર્વિસ