પીટરસને સ્ટ્રાઉસની માફી માગી : ભારતીય ટૂરમાં કદાચ સમાવેશ થશે

22 September, 2012 06:51 AM IST  | 

પીટરસને સ્ટ્રાઉસની માફી માગી : ભારતીય ટૂરમાં કદાચ સમાવેશ થશે

લંડન:

આ સમાધાનને પગલે હવે પીટરસનના ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડ સાથેના બીજા જટિલ મુદ્દા પણ ઉકેલાઈ જશે અને ઇંગ્લૅન્ડની ટીમમાંથી થયેલી તેની હકાલપટ્ટી કદાચ પાછી ખેંચી લેવામાં આવશે. તેને નવેમ્બરના ભારતપ્રવાસ માટેની ટીમમાં નથી લેવામાં આવ્યો, પરંતુ ત્યાર પછી ન્યુ ઝીલૅન્ડની ટૂર માટે સિલેક્ટ થનારી ટીમમાં સ્થાન મળશે એવી આશા છે.

કેવિન સાથે હવે બિયર પીવા બેસવું છે : સ્ટ્રાઉસ

પીટરસને માગેલી માફી વિશેની વાતચીતમાં સ્ટ્રાઉસે પત્રકારોને કહ્યું હતું કે ‘કેવિને તેણે કરેલી કેટલીક ભૂલો બદલ મારી માફી માગી છે. અમે ઘણા વર્ષોથી સાથે રમીએ છીએ. અમારી વચ્ચે સારી દોસ્તી રહી છે અને હજી પણ છે. આ તો એક તબક્કો ખરાબ આવી ગયો જેને અમે ભૂલી જવા માગીએ છીએ. તેની સાથે આરામથી બિયર પીવા બેસવું છે.’

સ્ટ્રાઉસે નિવૃત્તિ લઈ લીધી છે એટલે હવે વન-ડે પછી ટેસ્ટની કૅપ્ટન્સી પણ ઍલસ્ટર કુકને સોંપવામાં આવી છે. કુકે ગઈ કાલે જર્નલિસ્ટોને કહ્યું હતું કે મને આશા છે કે પીટરસન બહુ જલદી ઇંગ્લિશ ટીમમાં પાછો આવી જશે.

એસએમએસ = શૉર્ટ મેસેજિંગ સર્વિસ