શ્રીસાન્તે કરેલી અરજીના આધારે કેરળ હાઈ કોર્ટે ક્રિકેટ બોર્ડને મોકલી નોટિસ

04 March, 2017 07:46 AM IST  | 

શ્રીસાન્તે કરેલી અરજીના આધારે કેરળ હાઈ કોર્ટે ક્રિકેટ બોર્ડને મોકલી નોટિસ

ક્રિકેટરે અરજી દાખલ કરીને ક્રિકેટ બોર્ડને પ્રતિબંધ હટાવવા માટેનું સૂચન કર્યું હતું. શ્રીસાન્તે અરજીમાં કોર્ટ પાસે માગણી કરી હતી કે મને એપ્રિલમાં સ્કૉટિશ ક્લબમાં રમવા માટે ક્રિકેટ બોર્ડ દ્વારા મંજૂરી મળે એવા આદેશ આપે. પોતાની અરજીમાં ફાસ્ટ બોલર શ્રીસાન્તે ક્રિકેટ બોર્ડની અનુશાસન સમિતિ તરફથી તેના પર લગાવવામાં આવેલા આજીવન પ્રતિબંધના ચુકાદાને પડકાર્યો હતો. તેણે પોતાની અરજીમાં કહ્યું હતું કે મૅચ-ફિક્સિંગના મામલે થયેલી સુનાવણીમાં ટ્રાયલ કોર્ટે પણ સ્વીકાર્યું હતું કે મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા.

જુલાઈ ૨૦૧૫માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે IPL-૬ સ્પૉટ-ફિક્સિંગના મામલે શ્રીસાન્ત, અંકિત ચવાણ અને અજિત ચંદીલા સહિત તમામ ૩૬ આરોપીઓને નિદોર્ષ જાહેર કર્યા હતા. પોતાની અરજીમાં શ્રીસાન્તે કહ્યું હતું કે ‘સમગ્ર પ્રકરણની તપાસ કરનાર ક્રિકેટ બોર્ડની સમિતિએ દિલ્હી પોલીસે આપેલી સૂચનાના આધારે મારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સ્પૉટ-ફિક્સિંગના મામલે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો.’