પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળ્યું એટલે કરુણ નાયરે સાઉથ ઝોનની ટીમ છોડી, લોકલ મૅચમાં સદી ફટકારી

09 September, 2026 09:36 AM IST  |  chennai | Gujarati Mid-day Correspondent

દુલીપ ટ્રોફી વચ્ચે કરુણ નાયરે સાઉથ ઝોન ટીમ અચાનક છોડી અને બૅન્ગલોરમાં છત્તીસગઢ સામે સદી ફટકારી. કોચે વ્યક્તિગત કારણો જણાવ્યા, પરંતુ કરુણ નાયરે આ દાવાને ખોટો ગણાવ્યો.

કરુણ નાયર

દુલીપ ટ્રોફીમાં સેમી-ફાઇનલ અને ફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયેલા ડોમેસ્ટિક ક્રિકેટના સ્ટાર ખેલાડી કરુણ નાયરે સાઉથ ઝોન ટીમને અચાનક છોડી દીધી હતી. ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાંથી નીકળીને તે બૅન્ગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ત્યાં થિમ્મપ્પિયા ટ્રોફીની મૅચ તેણે રમી હતી.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન સેક્રેટરી ઇલેવન વતી તેણે છત્તીસગઢ સામે સદી ફટકારી દીધી હતી. રવિવારે જ્યારે તેણે સાઉથ ઝોન ટીમ છોડી ત્યારે કોચ વિક્રમ વર્માએ દાવો કર્યો હતો કે ‘વ્યક્તિગત કારણોસર કરુણ નાયરે ટીમ છોડી.’ જોકે સોશ્યલ મીડિયા પોસ્ટના જવાબમાં કરુણ નાયરે આ દાવાને ખોટો ગણાવ્યો હતો. 

karun nair duleep trophy chennai cricket news sports news sports