અમ્પાયરે કૅપ લેવાની ના પાડી દેતાં શાહિદ આફ્રિદી થયો નારાજ

25 February, 2021 10:44 AM IST  |  Karachi

અમ્પાયરે કૅપ લેવાની ના પાડી દેતાં શાહિદ આફ્રિદી થયો નારાજ

શાહિદ આફ્રિદી

પાકિસ્તાની ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અમ્પાયરોને મૅચ દરમ્યાન ખેલાડીઓની કૅપ ન લેવાના આદેશથી ભારે નારાજ છે. હાલમાં ચાલી રહેલી પાકિસ્તાન સુપર લીગ દરમ્યાન આફ્રિદી જ્યારે બોલિંગ કરવા આવ્યો ત્યારે આદત પ્રમાણે કૅપ ઉતારીને અમ્પાયરને આપતાં તેમણે કોરોનાને લીધે પ્રોટોકોલ પ્રમાણે લેવાની ના પાડતાં તેને ભારે આશ્ચર્ચ થયું હતું.
મૅચ બાદ આફ્રિદીએ આઇસીસીને સંબોધીને ટ્વીટ કરી હતી કે ‘ડિયર આઇસીસી, મને નવાઈ લાગે છે કે ખેલાડીઓ અને અન્ય અધિકારીઓ સાથે જ બાયો-બબલ્સમાં રહેતા હોવા છતાં તથા મૅચ બાદ ખેલાડીઓ સાથે હાથ મિલાવતા હોવા છતાં અમ્પાયર્સને બોલરની કૅપ લેવાની મનાઈ શા માટે કરવામાં આવી છે.’

પાકિસ્તાન સુપર લીગમાં રમતા અન્ય અમુક ખેલાડીઓએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.

shahid afridi karachi cricket news sports news