યૌનશોષણના મામલે પાકિસ્તાનનો કૅપ્ટન બાબર આઝમ મુશ્કેલીમાં

16 January, 2021 02:39 PM IST  |  Karachi | Agency

યૌનશોષણના મામલે પાકિસ્તાનનો કૅપ્ટન બાબર આઝમ મુશ્કેલીમાં

બાબર આઝમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કૅપ્ટન બાબર આઝમની તકલીફો વધવાની સંભાવના છે. પોતાને બાબરની બાળપણની દોસ્ત કહેતી હમીઝા મુખ્તારે ગયા વર્ષે બાબર પર લગ્નનો ખોટો વાયદો કરી યૌનશોષણ કરવાનો, ગર્ભપાત કરાવવાનો અને મારઝૂડ કરવાનો આરોપ મૂક્યો હતો જેના સંદર્ભમાં લાહોર કોર્ટે તાજેતરમાં પોલીસને બાબર આઝમ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો અને કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

હમીઝાએ બાબર આઝમ પર આરોપ લગાવ્યો હતો કે બાબરે લગ્નનો ખોટો વાયદો કરીને મારું યૌનશોષણ કર્યું હતું અને ગર્ભપાત કરાવવા માટે જબરદસ્તી કરી હતી.

ફરિયાદીએ પુરાવારૂપે પોતાના મેડિકલ દસ્તાવેજો પણ સુપરત કર્યા હતા. બન્ને પક્ષના વકીલની દલીલ સાંભળ્યા બાદ ઍડિશનલ સેશન જજ નોમન મોહમ્મદ નઈમે નસીરાબાદ પોલીસ-સ્ટેશનના પોલીસ-અધિકારીઓને તાત્કાલિક બાબર આઝમ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. જજના મતે આ આરોપો ગંભીર હોવાને લીધે એની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે. પછીથી હમીઝાએ પણ પોતાની ફરિયાદ નસીરાબાદ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ ચૂકી હોવાની પુષ્ટિ કરી હતી.

આ પહેલાં અન્ય એડિશન સેશન જજ આબિદ રઝાએ હમીઝાને પરેશાન ન કરવાનો બાબર અને તેના પરિવારજનોને આદેશ આપ્યો હતો.

cricket news pakistan sports news