કરાચી બન્યું પાકિસ્તાન સુપર લીગનું કિંગ

19 November, 2020 12:48 PM IST  |  Karachi | Gujarati Mid-day Correspondent

કરાચી બન્યું પાકિસ્તાન સુપર લીગનું કિંગ

પાકિસ્તાન સુપર લીગ

લીગ રાઉન્ડ બાદ કોરોનાને લીધે આઠ મહિના મુલતવી રહેલી પાકિસ્તાન સુપર લીગમાં કરાચી કિંગના રૂપમાં નવું ચૅમ્પિયન બન્યું હતું. શનિવારે અને રવિવારે પ્લે-ઑફ રાઉન્ડ બાદ મંગળવારે રમાયેલી ફાઇનલમાં કરાચી કિંગે પાંચ વિકેટે લાહોર કલંદર્સને હરાવી દીધી હતી. લાહોરે આપેલો ૧૩૫ રનનો ટાર્ગેટ કરાચીએ ૧૮.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. કરાચી પ્રથમ વાર પાકિસ્તાન સુપર લીગનું ચૅમ્પિયન બન્યું હતું. કરાચીની જીતનો હીરો હતો બાબર આઝમ. બાબર આઝમે ૪૯ બૉલમાં સાત ફોર સાથે અણનમ ૬૩ રન બનાવ્યા હતા. ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૪૭૩ રન બનાવવા બદલ પ્લેઅર ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો.

કરાચી કિંગના હેડ કોચ વસીમ અકરમે આ ચૅમ્પિયન ટ્રોફી તાજેતરમાં હાર્ટ-અટૅકના કારણે મૃત્યુ પામનાર ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન અને કમેન્ટેટર ડિન જૉન્સને અર્પિત કરી હતી.

સોશ્યલ મીડિયામાં વેસ્ટ ઇન્ડિયન ઑલરાઉન્ડર શેફર્ન રુધરફોર્ડને લકી ક્રિકેટર તરીકે ગણાવાઈ રહ્યો હતો. આઇપીએલમાં મુંબઈ ટીમમાં હતો જે ચૅમ્પિયન બની અને પીએસએલમાં કરાચી ટીમ વતી રમ્યો જે પણ ચૅમ્પિયન બની હતી.

pakistan karachi cricket news sports news