કપોળ સમાજની સ્પર્ધામાં ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનનો સતત બીજો વિજય

26 November, 2012 06:20 AM IST  | 

કપોળ સમાજની સ્પર્ધામાં ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનનો સતત બીજો વિજય



કેએસજી ઇન્ટર-ક્લબ TEN10 ટુર્નામેન્ટમાં ઇન્સાઇડ આર્ટે બૅટિંગ લઈને ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૭૭ રન બનાવ્યા હતા જેમાં ઉમંગ શાહના બે સિક્સર તથા એક ફોરથી બનેલા ૩૫ રન હાઇએસ્ટ હતા. ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનના યોગેશ પડાયાએ ૭ રનમાં એક, હશુર્લ નંદુએ ૮ રનમાં એક, નીતિન સોલંકીએ ૧૫ રનમાં એક અને કુણાલ સોલંકીએ ૨૦ રનમાં એક વિકેટ લીધી હતી. કૅપ્ટન ખીમજી મકવાણાને પચીસ રનમાં વિકેટ નહોતી મળી.

ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવને ૯.૧ ઓવરમાં ૪ વિકેટે ૭૮ રન બનાવીને રોમાંચક મૅચ જીતી લીધી હતી. હશુર્લ નંદુએ એક સિક્સર તથા બે ફોરની મદદથી ૧૦ રનમાં ૨૧ રન, ખીમજી મકવાણાએ એક ફોર સાથે ૮ બૉલમાં ૧૫ રન, યોગેશ પડાયાએ એક ફોર સાથે ૧૨ બૉલમાં ૧૨ રન અને ક્રિશ શાહે પણ એક ફોર સાથે ૧૬ બૉલમાં ૧૨ રન બનાવ્યા હતા.

મૅન ઑફ ધ મૅચ : ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનનો હશુર્લ નંદુ (૧૦ બૉલમાં ૨૧ રન અને એક વિકેટ)

બેસ્ટ બૅટ્સમૅન : ઇન્સાઇડ આર્ટનો ઉમંગ શાહ (૨૯ બૉલમાં ૩૫ રન)

બેસ્ટ બોલર : ઇન્સાઇડ આર્ટનો હર્ષિત ગોરડિયા (૧૪ રનમાં ત્રણ વિકેટ)

TEN10ની બીજી બે મૅચમાં શું બન્યું?

વોરા ડેવલપર્સ (૧૦ ઓવરમાં ૫૫/૧૦) સામે વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ (૬.૩ ઓવરમાં ૫૯/૫)ની પાંચ વિકેટે જીત.

મૅન ઑફ ધ મૅચ : વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનો દીપક વળિયા (૧૮ બૉલમાં બાવીસ રન અને ૭ રનમાં ત્રણ વિકેટ)

બેસ્ટ બૅટ્સમૅન : વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનો પરેશ વળિયા (૧૨ રનમાં ૨૧ રન)

બેસ્ટ બોલર : વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનો જીગર મહેતા (૩ રનમાં બે વિકેટ)

જે. પી. ડેવલપર્સ (૧૦ ઓવરમાં ૬૭ રને ઑલઆઉટ) સામે વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ (૬ ઓવરમાં છ વિકેટે ૭૦ રન)નો ચાર વિકેટે વિજય.

મૅન ઑફ ધ મૅચ : વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનો રોનક શાહ (૨૦ બૉલમાં ૩૨ રન અને ૧૫ રનમાં એક વિકેટ)

બેસ્ટ બૅટ્સમૅન : જે. પી. ડેવલપર્સનો જૈમિન મહેતા (૧૨ બૉલમાં ૧૭ રન)

બેસ્ટ બોલર : વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનો દીપક વળિયા (પાંચ રનમાં ત્રણ વિકેટ)

FORTY40ની મૅચ કોણ જીત્યું?

સિલ્વર ગ્રુપ (૪૦ ઓવરમાં ૨૫૨/૧૩) સામે ધીરુભાઈ ફાઉન્ડેશન (૩૭.૩ ઓવરમાં ૨૫૩/૭)નો વિજય.

મૅન ઑફ ધ મૅચ : ધીરુભાઈ ફાઉન્ડેશનનો સૌમિલ મહેતા (૯૮ બૉલમાં ૧૦૩ રન)

બેસ્ટ બૅટ્સમૅન : સિલ્વર ગ્રુપનો મોનિશ પારેખ (૬૦ બૉલમાં ૪૭ રન)

બેસ્ટ બોલર : ધીરુભાઈ ફાઉન્ડેશનનો અશોક ગાંધી (૪૧ રનમાં ત્રણ વિકેટ)

નોંધ : (૧) FORTY40 ટુર્નામેન્ટના નિયમ મુજબ દરેક ટીમમાં ૧૧ને બદલે ૧૫થી ૧૬ પ્લેયરોનો સમાવેશ કરી શકાય છે. (૨) કપોળ પ્રીમિયર લીગમાં હવે પછીની મૅચો બીજી ડિસેમ્બરે રમાશે.