મોહમ્મદ નબી બની ગયો અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનો મેમ્બર

15 September, 2020 10:16 PM IST  |  Kabul | Agencies

મોહમ્મદ નબી બની ગયો અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનો મેમ્બર

મોહમ્મદ નબી

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર મોહમ્મદ નબીને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના મેમ્બર તરીકે અપૉઇન્ટ કરવામાં આવ્યો છે. મોહમ્મદ નબી હજી પણ ક્રિકેટર તરીકે ઍક્ટિવ છે અને કૅરિબિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ત્રણ ટેસ્ટ મૅચ રમ્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નબીએ રિટાયરમેન્ટ જાહેર કરી હતી. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના નવ મેમ્બરોની પૅનલને નવા ચાર મેમ્બર રિપ્લેસ કરશે જેમાંનો એક મોહમ્મદ નબી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા પ્રમાણે ‘એસીબીના ચૅરમૅન ફરહાન યુસુફઝાઈએ કરેલી ભલામણ મુજબ મોહમ્મદ અશરફ ગનીએ ચાર નવા બોર્ડ મેમ્બરોની નિમણૂકને માન્યતા આપી છે. અન્ય ત્રણ મેમ્બરમાં હસીના સફી, રોહુલ્લા ખાનઝાદા અને હરુન મીરનો સમાવેશ થયો છે.’

afghanistan kabul cricket news sports news