કે. એલ. રાહુલે પોતાની દીકરીનું યુનિક નામ પાડવા પાછળની પ્રોસેસ જણાવી

06 May, 2025 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એપ્રિલ મહિનામાં તેમણે પોતાની દીકરીનું નામ ઇવારા વિપુલા રાહુલ રાખ્યું હતું. રાહુલે હાલમાં દિલ્હી કૅપિટલ્સના ફૅન્સ સાથેની ઇવેન્ટમાં દીકરીનું નામ રાખવા પાછળની પ્રોસેસ જણાવી હતી.

કે. એલ. રાહુલે પોતાની દીકરીનું યુનિક નામ પાડવા પાછળની પ્રોસેસ જણાવી

ભારતીય વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલ અને ઍક્ટ્રેસ અથિયા શેટ્ટી માર્ચ ૨૦૨૫માં પહેલી વાર પેરન્ટ્સ બન્યાં હતાં. એપ્રિલ મહિનામાં તેમણે પોતાની દીકરીનું નામ ઇવારા વિપુલા રાહુલ રાખ્યું હતું. રાહુલે હાલમાં દિલ્હી કૅપિટલ્સના ફૅન્સ સાથેની ઇવેન્ટમાં દીકરીનું નામ રાખવા પાછળની પ્રોસેસ જણાવી હતી.

રાહુલે કહ્યું હતું કે ‘અમે કેટલાક નજીકના મિત્રોએ મોકલેલી બાળકોનાં નામની બુક વાંચી હતી. એ પછી મેં ઇવારા નામને ગૂગલ પર સર્ચ કર્યું અને એનો અર્થ શું છે એ જોયું. મને એ ક્ષણે એ નામ ગમ્યું. અથિયાને મનાવવામાં મને થોડો સમય લાગ્યો, પરંતુ તેનાં અને મારાં મમ્મી-પપ્પાને આ નામ ગમ્યું પછી ધીમે-ધીમે તેને પણ આ નામ ગમ્યું. ઇવારા નામનો અર્થ ભગવાનની ભેટ છે.’

kl rahul athiya shetty childbirth cricket news sports news sports indian premier league IPL 2025