07 December, 2025 11:38 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બૅટિંગ ઑલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સે ૩૮૮ બૉલમાં ૧૯ ફોરની મદદથી ૨૦૨ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમી હતી
ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી પહેલી ટેસ્ટ-મૅચ ડ્રૉ થતાં ૩ મૅચની સિરીઝની હાલમાં સ્કોર-લાઇન ૦-૦ રહી છે. યજમાન ન્યુ ઝીલૅન્ડે ૨૩૧/૧૦ અને ૪૬૬/૮ના સ્કોર સાથે ૫૩૧ રનનો વિશાળ ટાર્ગેટ ઊભો કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૬૭ રને ઑલઆઉટ થયેલી મહેમાન ટીમ વેસ્ટ ઇન્ડીઝે બીજી ઇનિંગ્સમાં એક ડબલ સેન્ચુરી, એક સદી અને એક ફિફ્ટીના આધારે ૧૬૩.૩ ઓવર સુધીની રમત રમીને અંતિમ દિવસે ૪૫૭/૬નો સ્કોર કર્યો હતો. કિવીઓને જ્યારે જીત માટે બાકીની ૪ વિકેટ અને કૅરિબિયન ટીમને ૭૪ જેટલા રનની જરૂર હતી ત્યારે પાંચમા દિવસની રમતનો સમય સમાપ્ત થતાં મૅચ ડ્રૉ રહી હતી.
7
આટલામો પ્લેયર બન્યો જસ્ટિન ગ્રીવ્સ ચોથી ઇનિંગ્સમાં ડબલ સેન્ચુરી કરનાર. ન્યુ ઝીલૅન્ડની ધરતી પર આવું કરનાર પહેલો વિદેશી બૅટર બન્યો.
388
આટલા સૌથી વધુ બૉલ ચોથી ઇનિંગ્સમાં રમનાર કૅરિબિયન બૅટર બન્યો જસ્ટિન ગ્રીવ્સ. ૧૯૩૦નો જ્યૉર્જ હેડલીનો ૩૮૫ બૉલનો રેકૉર્ડ તોડ્યો.
ટેસ્ટ-મૅચ બચાવવા માટે વેસ્ટ ઇન્ડીઝનો કેટલો શાનદાર પ્રયાસ. ૧૬૪ ઓવર રમવા માટે મહાન ભાવના, હિંમત અને નિશ્ચય. ટેસ્ટ-ક્રિકેટ માટે યોગ્ય રણનીતિની જરૂર છે. - ભારતનો ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગ
પાંચમા દિવસે વેસ્ટ ઇન્ડીઝે ૨૧૨/૪ના સ્કોરથી ઇનિંગ્સને આગળ ધપાવી હતી. આંખમાં ઇન્ફેક્શનને કારણે ગૉગલ્સ પહેરીને રમી રહેલા શાઈ હોપની શાનદાર ઇનિંગ્સ ૨૩૪ બૉલમાં ૧૪૦ રન પર સમાપ્ત થઈ હતી. તેણે પોતાની ૨૫૦મી ઇન્ટરનૅશનલ મૅચની આ ઇનિંગ્સમાં ૧૫ ફોર અને બે સિક્સર ફટકારી હતી. તેણે જસ્ટિન ગ્રીવ્સ સાથે પાંચમી વિકેટની ૧૯૬ રનની ભાગીદારી કરી હતી.
બૅટિંગ ઑલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સે ૩૮૮ બૉલમાં ૧૯ ફોરની મદદથી ૨૦૨ રનની અણનમ ઇનિંગ્સ રમીને પહેલી ડબલ સેન્ચુરી ફટકારી હતી. ૧૨ ટેસ્ટ-મૅચમાં હમણાં સુધી તેણે એક ફિફ્ટી અને બે સદી કરી છે. ફાસ્ટ બોલર કેમાર રોચે ૨૩૩ બૉલમાં ૮ ફોરની મદદથી ૫૮ રનની ધીરજપૂર્વકની નૉટઆઉટ ઇનિંગ્સ રમી હતી. મૅચની ચોથી ઇનિંગ્સમાં ગ્રીવ્સ અને કેમાર વચ્ચે સાતમી વિકેટની રેકૉર્ડ ૧૮૦ રનની ભાગીદારી થઈ હતી. ફાસ્ટ બોલર જેકબ ડફી ૧૨૨ રન આપીને ૩ વિકેટ લઈને ન્યુ ઝીલૅન્ડ માટે સૌથી સફળ સાબિત થયો હતો.
૨૧મી સદીના આ અનોખા રેકૉર્ડ પણ બન્યા