વન-ડે તેમ જ ટી૨૦માં ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે જૉસ બટલર

03 July, 2022 06:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બટલરે રાજસ્થાન રૉયલ્સ માટે આઇપીએલ ૨૦૨૨ની સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું

વન-ડે તેમ જ ટી૨૦માં ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે જૉસ બટલર

ઇંગ્લૅન્ડની વન-ડે અને ટી૨૦ ટીમના નવનિયુક્ત કૅપ્ટન જૉસ બટલરે કહ્યું હતું કે તે હાલ વન-ડે અને ટી૨૦ ફૉર્મેટમાં જ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. ઇંગ્લૅન્ડને પહેલી વખત વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન બનાવનાર ઓઇન મૉર્ગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ત્યાર બાદ ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ૩૧ વર્ષના વિકેટકીપર-બૅટરને નવો કૅપ્ટન બનાવ્યો હતો. દરમ્યાન ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ બટલરને બેન સ્ટોક્સના નેતૃત્વવાળી ટીમમાં ટેસ્ટ ઓપનર તરીકે સામેલ કરવાનો વિચાર કરવા કહ્યું હતું. આ સવાલ પર પ્રતિક્રિયા આપતાં તેણે કહ્યું હતું કે હાલ ટેસ્ટ-ક્રિકેટ વિશે હું બિલકુલ નથી વિચારી રહ્યો. મારું સમગ્ર ધ્યાન ટી૨૦ અને વન-ડે ફૉર્મેટની ક્રિકેટ પર છે.’
બટલરે રાજસ્થાન રૉયલ્સ માટે આઇપીએલ ૨૦૨૨ની સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાથે જ તેણે નેધરલૅન્ડ સામે વન-ડે સિરીઝમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું.

sports news cricket news