✕

ભારત સામેની T20 સિરીઝ પહેલાં ન્યુ ઝીલૅન્ડને બેવડો ફટકો

10 October, 2026 04:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રચિન રવીન્દ્ર પછી અન્ય બે ખેલાડી પણ ઇન્જરીને કારણે બહાર થયા

માર્ક ચૅપમૅન

૨૨ ઑક્ટોબરથી યજમાન ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચે પાંચ T20 મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝ પહેલાં ન્યુ ઝીલૅન્ડને બેવડો ફટકો પડ્યો છે. ભારતીય મૂળના રચિન રવીન્દ્ર પછી માર્ક ચૅપમૅન અને ઝેક ફોક્સ પણ ઇન્જરીને કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. 
ડાબોડી બૅટર માર્ક ચૅપમૅન હૅમસ્ટ્રિંગ ઇન્જરી અને ફાસ્ટ બોલર ઝેક ફૉલ્કસ જમણા હિપ ફ્લેક્સરમાં ઇન્જરી કારણે મેદાનથી દૂર રહેશે. આ બન્નેના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં ઑલરાઉન્ડર જૉશ ક્લાર્કશન અને ઝડપી બોલર બ્લેર ટિકનરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

new zealand rachin ravindra sports news sports cricket news