ટી૨૦માં ઓપનર તરીકે રમવાનું મને વધારે ગમે છે : જૉસ બટલર

08 September, 2020 03:22 PM IST  |  Southampton | IANS

ટી૨૦માં ઓપનર તરીકે રમવાનું મને વધારે ગમે છે : જૉસ બટલર

જૉસ બટલર

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના વિકેટકીપર-બૅટ્સમૅન જૉસ બટલરના દમ પર ઇંગ્લૅનન્ડે ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ ૨-૦થી પોતાના નામે કરી લીધી છે. આ સિરીઝની અંતિમ મૅચ આજે રમાશે. સિરીઝના હીરો જૉસ બટલરનું કહેવું છે કે ‘ટી૨૦ ક્રિકેટમાં ઓપનર તરીકે રમવું મારી ફેવરિટ પોઝિશન છે. મેં ટી૨૦માં મારી જ સફળતા ટૉપ પોઝિશનમાં રમીને જ મેળવી છે અને એ સ્વભાવિક પણ છે. જો તમે ટૉપ થ્રી પોઝિશનમાં આવીને ટી૨૦ રમો તો એ દરેક માટે સારી સાબિત થાય છે. ટૉપ પોઝિશનમાં રમવા માટે અમારી પાસે લગભગ ૮થી ૯ પ્લેયર્સ છે અને હું ઘણો ખુશ છું કે મને રમવાની તક મળી. ખાસ કરીને ત્યારે જ્યારે ટીમને મારી જરૂર હતી. હું મારી કરીઅરમાં ઘણી ટી૨૦ અને વન-ડે ક્રિકેટ રમ્યો છું માટે કોઈ પણ પોઝિશન પર આવીને રમવા માટે હું કમ્ફર્ટેબલ છું. કૅપ્ટન અને કોચ નક્કી કરે એ પોઝિશન પર રમવામાં મને જરાય વાંધો નથી. એક ટીમ તરીકે અમારી પાસે ઘણી ક્ષમતા છે અને એ ટીમ માટે એ સારી વાત છે. સારા પ્લેયર વચ્ચે પોઝિશન મેળવવા માટે ટક્કર થાય છે. મૅચમાં છેલ્લે સુધી રમવાની લાગણી અલગ જ હોય છે અને જ્યારે તમે તમારી ટીમ માટે આ મૅચ જીતી જાઓ છો ત્યારે એક અલગ જ અનુભૂતિ થાય છે. ઓપનર તરીકે રમવામાં હું એ જ અનુભવું છું જે વન-ડેમાં મિડલ ઑર્ડરમાં આવીને અનુભવું છું. બન્ને જગ્યાએ મારે શક્ય એટલા વધારે ચેઝ કરવાના હોય છે.

cricket news t20 international