બટલર વર્સેટાઇલ પ્લેયર અને આજની તારીખમાં બેસ્ટ વન-ડે પ્લેયર છે: સ્ટોક્સ

30 April, 2020 12:45 PM IST  |  London | Agencies

બટલર વર્સેટાઇલ પ્લેયર અને આજની તારીખમાં બેસ્ટ વન-ડે પ્લેયર છે: સ્ટોક્સ

બેન સ્ટોક્સ

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે હાલમાં પોતાની ટીમના સાથી પ્લેયર જોસ બટલરના મન ભરીને વખાણ કર્યાં છે. બટલરને તે હાલના સમયનો બેસ્ટ વન-ડે પ્લેયર માને છે. આ વિશે સ્ટોક્સે કહ્યું કે ‘મારા માટે તે એક વર્સેટાઇલ પ્લેયર છે અને આજની તારીખમાં બેસ્ટ વન-ડે પ્લેયર છે. તે તમને મેદાનમાં બરબાદ કરી શકે છે અને ૩૬૦ ડિગ્રી પર ગમે ત્યાં ફટકારી શકે છે. સાથે-સાથે તે વર્લ્ડ કપ ફાઇનલ જેવી ઇનિંગ પણ રમી શકે છે. તેના જેવો પ્લેયર ટીમમાં હોવો દરેક ટીમનું સપનું હોય છે.’

વર્લ્ડ ફાઇનલ મુકાબલામાં બેન સ્ટોક્સની સાથે જોસ બટલરે ટીમને જિતાડવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત બન્ને પ્લેયરો જિમમાં સાથે સમય પસાર કરતા હોવાની વાત પણ સ્ટોક્સે કરી હતી.

ben stokes jos buttler cricket news sports news