સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ પહોંચ્યું આઇસીસીના શરણે

10 February, 2021 11:57 AM IST  |  Johannesburg | Agency

સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ પહોંચ્યું આઇસીસીના શરણે

પ્રતીકાત્મક તસવીર

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કોરોનાને કારણે સાઉથ આફ્રિકાનો પ્રવાસ ગયા અઠવાડિયે રદ કર્યો હતો, જેને લીધે ક્રિકેટ સાઉથ આફ્રિકાને નાણાકીય નુકસાન થયું છે. આ પ્રવાસમાં બન્ને ટીમ વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝ રમાવાની હતી. ટૂર રદ થવાને લીધે થયેલા નુકસાનને મામલે હસ્તક્ષેપ કરવાની અરજી સાથે ક્રિકેટ સાઉથ આફ્રિકા હવે આઇસીસીના શરણે પહોંચ્યું છે અને તેમણે આ મુદ્દો લેખિત સ્વરૂપે આઇસીસી સુધી પહોંચાડ્યો છે. વાસ્તવમાં ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા દ્વારા રદ કરવામાં આવેલી ટૂર પર સવાલ ઊભા કર્યા હતા અને એને ખેલ ભાવનાઓથી વિરુદ્ધનું કૃત્ય કહીને આઇસીસીને પત્ર લખીને ફરિયાદ કરી હતી. આ પત્રમાં ક્રિકેટ સાઉથ આફ્રિકાએ નાણાકીય નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ કોઈ ફરિયાદ નથી નોંધાવી, પણ હા, આઇસીસીને પત્ર જરૂર લખ્યો છે જેને લીધે આ ટૂર માટે હવે આઇસીસીએ કોઈ મધ્યસ્થીનો માર્ગ શોધવો પડશે. કોરોના મહામારીનો ભય બતાવીને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ વર્તમાન સમયમાં ટૂર કરવી મુશ્કેલીભર્યું હોવાનું જણાવ્યું હતું. વળી તેમણે આ નિર્ણય ટીમના કોચિંગ સ્ટાફના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું કહ્યું હતું.

ઑસ્ટ્રેલિયાએ ટૂર રદ કરતાં નાણાકીય નુકસાન થયું હોવાની લેખિત ફરિયાદ કરી

cricket news sports news south africa international cricket council johannesburg