17 April, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુમરાહની પત્ની સંજના ગણેશને શૅર કર્યો
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે IPL 2025ના માધ્યમથી ત્રણ મહિના બાદ ક્રિકેટના મેદાન પર વાપસી કરી છે. તેનો દીકરો અંગદ પણ તેની સાથે મુંબઈના કૅમ્પમાં જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૩માં જન્મેલા અંગદનો એક સુંદર ફોટો હાલમાં બુમરાહની પત્ની સંજના ગણેશને શૅર કર્યો છે જેમાં અંગદ ઘરની અંદર પ્લાસ્ટિકના સ્ટમ્પ અને બૅટથી ક્રિકેટ રમવાની તૈયારી કરી રહ્યો છે. ટૂંકમાં કહીએ તો બુમરાહના દીકરાની ક્રિકેટર બનવાની જર્ની ઘરમાંથી જ શરૂ થઈ ગઈ છે.