ઑસ્ટ્રેલિયા સામે લડવા માટે અમારે હંમેશાં તૈયાર રહેવું પડે છે : જેસન રૉય

12 September, 2020 11:58 AM IST  |  Southampton | IANS

ઑસ્ટ્રેલિયા સામે લડવા માટે અમારે હંમેશાં તૈયાર રહેવું પડે છે : જેસન રૉય

જેસન રૉય

ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચે ગઈ કાલે ત્રણ વન-ડેમાંની પહેલી વન-ડે મૅચ રમાઈ હતી. આ મૅચ પહેલાં ઓપનર જેસન રૉયે પોતાને એકદમ ફિટ અને તૈયાર હોવાની વાત કરી હતી. રૉયે કહ્યું કે ‘આ ઑસ્ટ્રેલિયાની ટીમમાં ઘણા ક્લાસ પ્લેયર છે અને આ એક સારી સ્પર્ધા બની રહેશે જે માટે અમારે સતત લયમાં રહેવું જરૂરી છે. હું જાણું છું કે ઑસ્ટ્રેલિયા સામેના અમારા રેકૉર્ડની ચર્ચા ઘણા લાંબા સમય સુધી થતી રહેશે, ખાસ કરીને ૨૦૧૮માં મળેલા વાઇટ વૉશની. જોકે એમ છતાં અમારા બન્ને વચ્ચે મૅચ ઘણી સારી રીતે રમાય છે અને ઘણી સારી મૂવમેન્ટ્સ યાદગાર બની જાય છે. ખરું કહું તો ઑસ્ટ્રેલિયા સામે રમવાની એક અલગ જ મજા હોય છે. તમારે હંમેશાં તેમની સામે રમવા માટે તૈયાર રહેવું પડે છે.’
બન્ને દેશો વચ્ચે રમાનારી આ વન-ડે મૅચ ઑસ્ટ્રેલિયા માટે ૨૦૨૩ના પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપમાં એન્ટ્રી મેળવવા માટેની પહેલી વર્લ્ડ કપ સુપર લીગ મૅચ છે. ઇંગ્લૅન્ડ આ સુપર લીગ માટે જુલાઈ-ઑગસ્ટ મહિનામાં આયરલૅન્ડ સામે વન-ડે સિરીઝ રમી ચૂકી છે જેમાં બે મૅચ જીતીને એ નંબર-વન પોઝિશન પર છે.

cricket news sports news