09 August, 2025 06:41 AM IST | London | Gujarati Mid-day Correspondent
જેમ્સ ઍન્ડરસન
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને ગઈ કાલે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કર્યું હતું. જોકે મૅન્ચેસ્ટર ઓરિજિનલ્સ તરફથી રમતાં તે ૨૦ બૉલમાં ૩૬ રન આપીને એક પણ વિકેટ નહોતો લઈ શક્યો. ટુર્નામેન્ટના સૌથી યંગ પ્લેયર ફરહાર અહમદ (૧૭ વર્ષ ૧૬૫ દિવસ)એ પણ આ ટીમ તરફથી ગઈ કાલે ડેબ્યુ કર્યું હતું. બન્નેની ઉંમરમાં ૨૬ વર્ષનો તફાવત છે.