ત્રણસો કરવા માટે નસીબ જોઈએ : જાડેજા

04 December, 2012 07:00 AM IST  | 

ત્રણસો કરવા માટે નસીબ જોઈએ : જાડેજા




(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૪

આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સે ૧૦ કરોડ રૂપિયામાં ખરીદેલા જામનગરના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ રવિવારે રાજકોટમાં સૌરાષ્ટ્ર વતી રેલવે સામેની રણજી મૅચમાં ફસ્ર્ટ-ક્લાસ કરીઅરની ત્રીજી ટ્રિપલ સેન્ચુરી (૩૩૧ રન, ૫૦૧ બૉલ, ૭ સિક્સર, ૨૯ ફોર) વિશે ગઈ કાલે ‘મિડ-ડે’ સાથે કરેલી વાતચીતમાં આ સિદ્ધિનો જશ પોતાની બૅટિંગ-ટેક્નિકને નહીં, પણ પોતાના નસીબને આપ્યો હતો. તેણે ૭૦૭ મિનિટ (પોણાબાર કલાક)ની બૅટિંગમાં ૩૩૧ રન બનાવ્યા હતા. તેણે કહ્યું હતું કે ‘ટ્રિપલ સેન્ચુરી કરવા માટે ગ્રાઉન્ડ પર ખાસ્સો લાંબો સમય ઊભા રહેવું પડે અને ક્રિકેટનો નિયમ છે કે મેદાન પર જેટલા વધુ ઊભા રહો એટલી વધુ ભૂલો થાય. આ ભૂલો વચ્ચે નસીબનો સાથ મળવો જ જોઈએ. ત્રણસો રન બનાવવા માટે લક જોઈએ, લક વગર કંઈ ન થાય.’

જાડેજા ફસ્ર્ટ-ક્લાસ ક્રિકેટમાં ત્રણ ટ્રિપલ સેન્ચુરી (૩૧૪, ૩૦૩ નૉટઆઉટ અને ૩૩૧) ફટકારનાર ભારતનો પ્રથમ પ્લેયર છે. જોકે તે આ સિદ્ધિ ધરાવતા ડૉન બ્રૅડમૅન, બ્રાયન લારા, વૉલી હેમન્ડ અને ડબ્લ્યુ. જી. ગ્રેસ જેવા લેજન્ડ્સની હરોળમાં આવી ગયો છે.

જાડેજા સાત મહિનાથી ટીમ ઇન્ડિયામાંથી ફેંકાઈ ગયો છે એટલે એના કારણે તે ખૂબ અપસેટ હતો. જોકે તેણે આ નિરાશા વચ્ચે કોઈ પણ ભોગે ફરી ફૉર્મમાં આવવાનો સંકલ્પ પણ કયોર્ હતો અને એમાં તેણે જોરદાર સફળતા મેળવી છે. તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્રિકેટમાં હવે હરીફાઈ ખૂબ ગઈ છે. ટીમમાંથી એક વાર જગ્યા જાય એટલે એ પાછી મેળવવા ખૂબ મહેનત કરવી પડે છે. ટીમમાં અત્યારે ઑલરાઉન્ડરની જગ્યા ખાલી છે અને મારી નજર એના પર જ છે. નસીબનો સાથ મળશે તો હું એમાં પણ સક્સેસ થઈશ.’

પરિવારજનો વંચિત


રવિવારે જાડેજાની ટ્રિપલ સેન્ચુરી વખતે રાજકોટમાં તેના પરિવારના કોઈ મેમ્બરો નહોતા. જાડેજાએ તેમને ફોન કરીને ગુડ ન્યુઝ આપ્યા હતા