શ્રીસાન્તના સમર્થનમાં આગળ આવ્યા કેરળના ચીફ મિનિસ્ટર

03 August, 2015 06:18 AM IST  | 

શ્રીસાન્તના સમર્થનમાં આગળ આવ્યા કેરળના ચીફ મિનિસ્ટર




કેરળના મુખ્ય પ્રધાન ઓમાન ચાન્ડી ભારતના ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્તના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે કહ્યું છે કે કોર્ટ દ્વારા દોષમુક્ત જાહેર કરાયા છતાં ભારતીય ક્રિકેટ બોર્ડે એના પર મૂકેલો પ્રતિબંધ ન હટાવ્યો એ ખોટું છે. બે વર્ષ બાદ પોતાની કરીઅર ફરીથી શરૂ કરવાના પ્રયાસ કરી રહેલા શ્રીસાન્તનું સમર્થન કરતાં ચાન્ડીએ કહ્યું હતું કે ‘કોઈ અન્યાય ન થવો જોઈએ. મને નથી લાગતું કે આ મુદ્દે ક્રિકેટ બોર્ડ સાચું છે. કોર્ટે સ્પૉટ-ફિક્સિંગ મામલે તેને દોષમુક્ત જાહેર કર્યો છે. આવી પરિસ્થિતિમાં ક્રિકેટ બોર્ડે કોર્ટના ચુકાદાનો સ્વીકાર કરી તેના પરના વર્તમાન પ્રતિબંધને હટાવી લેવો જોઈએ.’

કેરળ ક્રિકેટ અસોસિએશને પણ શ્રીસાન્તને ફરીથી રમવાની મંજૂરી આપવા માટે ક્રિકેટ બોર્ડને વિનંતી કરી છે, પરંતુ ક્રિકેટ બોર્ડના સેક્રેટરી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ‘બે ક્રિકેટરો પર મૂકવામાં આવેલા આજીવન પ્રતિબંધના મામલે પુન: વિચાર નહીં કરવામાં આવે. ડિસિપ્લિનરી ઍક્શન અને ક્રિમિનલ ઍક્શન અલગ-અલગ છે. ભૂતકાળમાં ખેલાડીઓ પર કરવામાં આવેલી કાર્યવાહી ડિસિપ્લિનરી ઍક્શન હતી.