હરમનપ્રીત જન્મદિવસે રમશે ફાઇનલ મેચ, ક્રિકેટ ઇતિહાસમાં બન્યો પહેલો સંયોગ

05 March, 2020 05:24 PM IST  |  Mumbai Desk

હરમનપ્રીત જન્મદિવસે રમશે ફાઇનલ મેચ, ક્રિકેટ ઇતિહાસમાં બન્યો પહેલો સંયોગ

હરમનપ્રીત કૌર જન્મદિવસે રમશે ફાઇનલ મેચ

હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલી વાર મહિલા ટી20 વિશ્વ કપના ફાઇનલમાં પહોંચી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની મેચ થવાની હતી, પણ વરસાદે કારણે એક પણ બૉલ રમી ન શકાયું અને લીગ મેચમાં મળેલા આંકડાના આધારે ભારતને ફાઇનલમાં સ્થાન મળ્યું. આવું આઇસીસીના નિયમને કારણે થયું અને આમાં ભારતીય ટીમની કોઇપણ ભૂલ નથી, પણ જે થયું તેથી ભારતને એક ગર્વની તક આપી છે. હવે ભારતની ફાઇનલ મેચ આઠ માર્ચના રમાવાની છે.

મહત્વની વાત એ છે કે આઠ માર્ચના ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનો જન્મદિવસ છે. હવે વિશ્વ ક્રિકેટ ઇતિહાસમાં આવું પહેલી વાર થશે જ્યારે આઇસીસીના ફાઇનલ મેચના દિવસે કોઇક કૅપ્ટનનો જન્મદિવસ હશે. આઇસીસીના જેટલા પણ ઇવેન્ટ છે તે વનડે વર્લ્ડ કપ, ટી20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રૉફી હોય કે પછી અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ હોય. આ બધાંની ફાઇનલ મેચ જ્યારે પણ રમવામાં આવી તે દિવસે કોઇપણ કેપ્ટનનો જન્મદિવસ નથી આવ્યો. આવું વર્લ્ડ ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર થશે જ્યારે કોઇક કેપ્ટનના જન્મદિવસના દિવસે કોઇ ફાઇનલ મેચ રમવામાં આવશે. આને હરમનપ્રીતના નસીબ જ કહી શકીએ છીએ કે તે આ દુર્લભ રેકૉર્ડને પોતાના નામે કરનારી દુનિયાની પહેલી ક્રિકેટર બની ગઈ છે.

હરમનપ્રીત કૌરનો જન્મ 8 માર્ચ 1989ના પંજાબમાં થયો હતો. તે મહિલા ટી20 વિશ્વકપ ફાઇનલવાળા દિવસે 31 વર્ષની થઈ જશે. જો કે, આ વિશ્વકપમાં હરમનપ્રીત કૌરે પોતાની બેટિંગથી નિરાશ કર્યું છે અને ચારેય લીગ મેચમાં તે વધારે રન્સ બનાવવામાં સફળ રહી નથી. હરમનપ્રીતે ચારેય મેચમાં 2, 8, 1, 15 રન્સ મેળવ્યા છે. તેના ટી20 કરિઅરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી કુલ 113 મેચ રમી છે જેમાં તેણે 2182 રન્સ બનાવ્યા છે અને તેના નામે એક શતક છે. તેનું બેસ્ટ સ્કોર 103 રન રહ્યો. સાથે જ તેણે આટલી મેચમાં 29 વિકેટ પણ લીધી. તેનું બેસ્ટ પ્રદર્શન 23 રન આપીને 4 વિકેટ્સ લેવાનું રહ્યું.

cricket news sports news sports harmanpreet kaur