એવું લાગે છે કે શેન વૉર્ન સ્વર્ગમાંથી મને જોઈ રહ્યા છે: ચહલ

24 May, 2022 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચહલને આજે ગુજરાત ટાઇટન્સ સામે વધુ વિકેટ લઈને પોતાના શિકારની સંખ્યા વધારવાનો મોકો છે.

યુઝવેન્દ્ર ચહલ

રાજસ્થાન રૉયલ્સના મુખ્ય બોલર અને આ સીઝનમાં સૌથી વધુ ૨૬ વિકેટ લઈને પર્પલ કૅપના હકદાર બની ગયેલા લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાની સફળતા બદલ પોતાની સાથે સૌથી નજીકથી સંકળાયેલા સાથીઓને, સપોર્ટ સ્ટાફને અને ટીમ મૅનેજમેન્ટને જશ આપ્યો છે. એ ઉપરાંત તેણે એવું પણ કહ્યું છે કે રાજસ્થાન વતી રમતાં તેને એવું લાગી રહ્યું છે કે આ સ્પર્ધાના સૌપ્રથમ વિજેતા કૅપ્ટન અને મહાન સ્પિનર સદ્ગત શેન વૉર્ન તેની આ સફળતાને સ્વર્ગમાંથી માણી રહ્યા છે.
ચહલને આજે ગુજરાત ટાઇટન્સ સામે વધુ વિકેટ લઈને પોતાના શિકારની સંખ્યા વધારવાનો મોકો છે. ચહલ માટે કલકત્તા સામેનો હૅટ-ટ્રિક સહિતનો ૫/૪૦નો પર્ફોર્મન્સ સ્પેશ્યલ છે.

sports news cricket news Yuzvendra Chahal