ઑસ્ટ્રેલિયા સાથે પાંચ ટેસ્ટની સિરીઝ રમવી સંભવ નથી : ગાંગુલી

16 May, 2020 01:03 PM IST  |  Mumbai Desk | Agencies

ઑસ્ટ્રેલિયા સાથે પાંચ ટેસ્ટની સિરીઝ રમવી સંભવ નથી : ગાંગુલી

સૌરવ ગાંગુલી

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ રમાવાની જે વાત કેટલાક સમય પહેલાં ચાલી રહી હતી એ કોરોનાને કારણે હવે અસંભવ લાગી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ આ ધારણા વ્યક્ત કરી છે. નવેમ્બરમાં વિરાટસેના બૉર્ડર-ગાવસકર ટ્રોફી રમવા માટે બંધાયેલી છે જેને લીધે કાંગારૂઓ સાથે આ ટેસ્ટ મૅચ યોજવી અસંભવ લાગી રહી છે. આ વિશે ગાંગુલીએ કહ્યું કે ‘મને નથી લાગતું કે ભારત માટે પાંચ ટેસ્ટ મૅચ રમવી શક્ય બનશે. કેમ કે એ સમયે વન-ડે મૅચ પણ હશે અને ૧૪ દિવસ ક્વૉરન્ટીમાં પણ રહેવાનો પ્લેયરોને વારો આવશે. મને નથી લાગતું કે આ વખતે ઑસ્ટ્રેલિયા સાથે પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ સંભવ હોય. જોકે અમારા અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના સંબંધ સારા છે એટલે અમે વચલો કોઈ માર્ગ કાઢવાનો પ્રયાસ કરીશું. આ ટેસ્ટ સિરીઝ ૨૦૨૩ની નવી ટેસ્ટ મૅચની સિરીઝ પહેલાં થઈ જાય એવી અમને આશા છે.’

ઑસ્ટ્રેલિયાએ ગયા વર્ષે ભારત સાથે પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ રમવાની ઇચ્છા વ્યકત કરી હતી.

sports news sports australia cricket news sourav ganguly