આપણે કોવિડ-19 સામે પૂરેપૂરી જીત મેળવવી પડશે : કુંબલે

10 May, 2020 02:35 PM IST  |  Bangalore | Agencies

આપણે કોવિડ-19 સામે પૂરેપૂરી જીત મેળવવી પડશે : કુંબલે

અનિલ કુંબલે

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેનું કહેવું છે કે આપણે કોવિડ-19 સામે પૂરેપૂરી જીત મેળવવી પડશે. આ એક ટેસ્ટ મૅચ જેવી પરિસ્થિતિ છે જેમાં દરેક દેશવાસીઓએ સાથે મળીને રમવાનું છે. આ વિશે કુંબલેએ કહ્યું કે ‘જો આપણે આ કોરોના મહાબીમારી સામે જીતવું હોય તો આપણે સાથે મળીને લડવું પડશે. આ ટેસ્ટ મૅચ જેવું છે, પણ આ બીમારી સામેની મૅચ લાંબી ચાલશે. ટેસ્ટ મૅચમાં બન્ને ટીમ બે ઇનિંગ રમે છે. માટે ખુશ થવાની જરૂર નથી કે આપણે પહેલી ઇનિંગમાં બારીક લીડ મેળવી છે, કારણ કે બીજી ઇનિંગ ખરેખર ટફ હોઈ શકે છે. આપણે આ જંગ પૂરેપૂરો જીતવાનો છે. એક ઇનિંગની લીડ સાથે આપણે જીતીને બેસી નથી જવાનું, આપણે આ મૅચ પૂરેપૂરી જીતવાની છે. હું દરેક કોરોના વૉરિયર્સને શુભેચ્છા આપું છું. તેઓ ઘણું સારું કામ કરે છે પછી તે ડૉકટર, નર્સ, સૅનિટાઇઝર વર્કર, સરકારી કર્મચારી કોઈ પણ હોય. તેઓ પોતાનું જીવન જોખમમાં મૂકીને બીજાની સેવા કરી રહ્યા છે.’

anil kumble sports news cricket news