NZ સામેની વર્લ્ડ કપ 2015ની હારનું હજી પણ ઘણું દુઃખ થાય છે : ડીવિલિયર્સ

02 July, 2020 01:07 PM IST  |  New Delhi | Agencies

NZ સામેની વર્લ્ડ કપ 2015ની હારનું હજી પણ ઘણું દુઃખ થાય છે : ડીવિલિયર્સ

ડીવિલિયર્સ

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ પ્લેયર ડીવિલિયર્સે ૨૦૧૫માં રમાયેલા વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે મળેલી હારને યાદ કરી હતી અને એને એક દુઃખદ ઘટના ગણાવી હતી. ન્યુ ઝીલૅન્ડે એ મૅચમાં સાઉથ આફ્રિકાને ૪ વિકેટથી હાર આપી હતી અને ફાઇનલમાં તેણે ઑસ્ટ્રેલિયા સામે લડત લીધી હતી. એ પરાજયને યાદ કરતાં ડીવિલિયર્સે કહ્યું કે ‘ખરું કહું તો હું ટીકા નથી કરતો, પણ વ્યક્તિગત મત પ્રમાણે કહું તો એ પરાજયે મારા રિટાયરમેન્ટમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. સાચું કહું તો મને મારી ટીમ પ્રત્યે ઘણું માન છે. એ દિવસે અમે હારી ગયા હતા અને એ સારી વાત હતી કે બેસ્ટ ટીમ આગળ વધી હતી, પણ મારા માટે એ સ્વીકારવું ઘણું અઘરું હતું. એમાં પણ વળી કેટલાક મહિના પછી ટીમને ફરી પાછું મળવું અને બધું પહેલેથી શરૂ કરવું મારા માટે અસહ્ય હતું. ત્યાં મેં મારી જાતને રોકી કારણ કે હું વર્લ્ડ કપથી મોટો નથી. આ વાત ઘણી દુઃખદ છે. હા, હું ઘણો સેન્સિટિવ છું, જેના જીવનમાં ઘણા નિર્ણય લાગણીથી લેવાયા છે.’

ab de villiers world cup world cup 2015 cricket news sports news south africa new zealand